Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીકરીના લગ્ન કરવા માટે પૈસાની જરૂર હોવાથી રૂ.૫૫ હજાર ૫ ટકાના ઊંચા વ્યાજે લીધા

  • January 14, 2023 

બારડોલીના બાબેન ગામના વ્યાજખોર સામે માત્ર બે દિવસમાં ત્રીજો ગુનો દાખલ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ બાબેન ગામે ગોપાલનગરમાં રહેતા અશોકભાઇ ચિતામણિભાઈ શાકભાજીનો વેપાર કરી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૧૮માં તેમની દીકરીના લગ્ન કરવા માટે પૈસાની જરૂર હોવાથી બાબેનના શક્તિ નગરમાં રહેતા સુરેશભાઈ તુકારામ સોનાર પાસે રૂ.૫૫ હજાર ૫ ટકાના ઊંચા વ્યાજે લીધા હતા.



દર મહિને ૫ ટકા વ્યાજ પ્રમાણે હપ્તેથી રૂ.૯૦ હજાર રૂપિયા ચુકવ્યા હતા તેમ છતાં સુરેશ અશોકભાઇ પાસે ૧.૫૦ લાખની માંગણી કરી

જેમાં વ્યાજ ખોર સુરેશે રૂપિયા ૫ હજાર કાપી ૫૦ હજાર આપ્યા હતા જે પૈકી અશોભાઈએ દર મહિને ૫ ટકા વ્યાજ પ્રમાણે હપ્તેથી રૂ.૯૦ હજાર રૂપિયા ચુકવ્યા હતા તેમ છતાં સુરેશ અશોકભાઇ પાસે ૧.૫૦ લાખની માંગણી કરી અશોકભાઈની શાકભાજીની દુકાને જઇ ઉઘરાણી કરી માર માર્યો હતો અને રૂપિયા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે અશોકભાઈએ વ્યાજ ખોર સુરેશના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ કરતાં બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application