Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપરવા પૈસા ન હોવાથી બે સંતાનના પિતાએ અપહરણનું નાટક રચી એક લાખની ખંડણી માંગી

  • August 08, 2021 

રાંદેર વિસ્તારમાં રહેતા બે સંતાનના પિતાએ વાપરવા માટે પૈસા ન હોવાથી પોતાના અપહરણનો કારસો રચી પત્નીને મેસેજ કરી એક લાખની ખંડણીની માંગણી કરી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ લોકેશનના આધારે તેને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે રાંદેર પોલીસના જણાવ્યા મુજબ રાંદેર અમરીન પાર્ક ઍપાર્ટમેન્ટ આયશા પેલેસમાં રહેતા આસીફા સુલ્તાના મુબારક હુસેન રહીમ ચૌધરી (ઉ.વ.૨૬) છેલ્લા પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહે છે. પતિ મુબારક હુસેન પાલનપુર જકાતનાકા પાસે ઉમીયા ફે્બ્રીકેસ નામની દુકાનમાં કલરકામ અને વેલ્ડીંગનું કામકાજ કરે છે. પરિવારમાં સંતાનમાં બે છોકરા છે. દરમ્યાન મુબારક ગત તા ૫મીના રોજ કામરેજ ખાતે કલરની સાઈટ જોવ માટે જવાનું કહી નિકળ્યા બાદ રાત્રે નવ વાગ્યા સુધી ઘરે નહી આવતા આસીફા સુલતાનાએ ફોન કરતા અડધા કલાકમાં ઘરે આવુ છું હોવાનુ કહ્યા બાદ તેના અપહરણનો મેસેજ આવ્યો હતો અપહણકારોએ મૂબારકની મુક્તીના બદલામાં એક લાખની ખંડણીની માંગણી કરી હતી અને પાંચ દિવસનો સમય આપ્યો હતો તો પૈસા નહી મળે તો લાશ મળશે હોવાનું કહ્યું હતું.

 

 

 

 

મેસેજ જોઈને આસીફા સુલ્તાના દોડતી થઈ હતી અને બનાવ અંગે રાંદેર પોલીસમા ફરિયાદ નોધાવતા પીઆઈ એચ.એમ.ચૌહાણે અલગ અલગ ટીમો બનાવી મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરુ કરી મુબારકને અંકેલશ્વરથી શોધી કાઠ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મુબારકનું કોઈએ અપહરણ કયું ન હતુ પરંતુ તેની પાસે પૈસા વાપરવા ન હતા અને તેને ખબર હતી કે તેની પત્ની આસીફા તેના પિયર અને સસરા પાસેથી ગમેતેમ કરી એક લાખ રૂપીયા લઈ આવશેએટલે તેના અપહરણનુ નાટક કરી તેના પૈસા જમા કરાવવા માટે તેના બેન્કના ખાતાનો નંબર આપ્યો હતો. વધુમાં મુબારકનો એક ભાઈ સાઉથ આફ્રિકા રહે છે અને તેણે આપેલા રૂપિયા મુબારકે વાપરી નાંખ્યા હતા, બે મહિનાથી ઘરનું ભાડુ પણ ચુકવ્યુ ન હતુ અને છોકરાઓની ફી પણ બાકી હતી જેથી પોતાના અપહરણના નાટક રચ્યુ હોવાની કબુલાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application