રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત જિલ્લાનાં માંડવીમાં પણ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. માંડવી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માંડવી ચીફ ઓફિસર અને પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારમાં સર્વે કામગીરી શરૂ કરી છે. લક્ષ્મી માર્કેટમાં આવેલી ચારથી પાંચ દુકાનોને સીલ મારી દેવામાં આવતા અન્યો વેપારી ઓમાં ફફડાટ ફેલાયો હતો.
માંડવી નગરમાં બસ સ્ટેન્ડની સામેની મોક્ષ માર્કેટ અને લક્ષ્મી માર્કેટમાં તંત્ર દ્વારા તપાસ કરાવામાં આવી હતી નગર અને તાલુકામાં અલગ અલગ જગ્યાએ ટીમ બનાવી દુકાનો ટયુશન કલાસીસ, ખાનગી હોસ્પિટલો, કરંજ જીઆઈડીસી, શોપીંગ સેન્ટરમાં ચકાસણી કરી હતી. માંડવી મામલતદાર, ટીડીઓ, પીઆઈ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી લક્ષ્મી માર્કેટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં ફાયર સેફ્ટી ન હોવાને કારણે સીલ મારી દેવાયું હતું. આ ઉપરાંત માર્કેટની અંદર ચાલતા ટયુશન કલાસીસ પણ બંધ કરવામાં આવ્યા હતા. માંડવી તાલુકાનાં કરંજ ખાતે આવેલી જીઆઈડીસીમાં તપાસ કરવામાં આવી હતી. તડકેશ્વર ગામે પેપર મીલ અને હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી હતી માંડવી નગરમાં જેની પાસે ફાયર શેફટી નથી કે સાધનો નથી તેમને નોટિસો આપવામાં આવશે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500