સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા ને માડ બે સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારો પસંદગી અંગેની ગતિવિધિ તેજ બની છે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા. પંચાયતો અને જિલ્લા પંચાયતો. મહાનગરપાલિકામા ૬૮૫ ઉમેદવારોની બીજી યાદી આજરોજ દિલ્હી સરકારના આપ પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજ ની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવી હતી આ ઉપરાંત વિજય સંકલ્પ સંમેલનમાં વિવિધ આગેવાનો સાથે ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ આપ માં જોડાયા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વિવિધ રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ બની છે તેમજ ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચા વિચારણા પણ હાથ ધરવામાં આવી રહી છે તેમજ તમામ જિલ્લાઓની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયતમાં વધુને વધુ બેઠકો જીતવા માટેની વ્યૂહરચના ઘડવામાં તમામ પક્ષો વ્યસ્ત જણાઇ રહ્યા છે ચૂંટણી પ્રચાર દરમિયાન કયા મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ જવું એ અંગેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આપ ના સુરત શહેરના પ્રમુખ મહેન્દ્રના વડીયાના પરીવાર દ્વારા સુદંરકાડંના પાઠનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં દિલ્હીથી આવેલા સૌરભ ભારદ્વાજ,ગુલાબસિહ યાદવ સહિતના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોએ હાજરી આપી હતી. જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ૨૫ વષોઁથી રાવણ સમાન ભાજપનુ રાજ ચાલી રહ્યુ છે ને વિરોઘ પક્ષ કોગ્રૈસ કુભંકણઁની નિદ્રામાં સુતેલી છે ત્યારે આમ આદમી પાટીઁ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુ વિગત મુજબ બપોરે બે વાગે જીવન ભારતી સ્કુલમાં યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં આમાં આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે ગુજરાતમાં કાર્યકર્તાઓનો જુસ્સો જોઈ પરિવર્તનનો માહોલ જોવા મળી રહ્યો છે તેમણે ભાજપ અને કોંગ્રેસ ઉપર તેમણે આકરા પ્રહાર કર્યા હતા. ભૂતકાળમાં વર્ષોથી ભાજપ સામે ચૂંટણીમાં કોંગ્રેસે હથિયાર હેઠા મૂકી પરાજય નો સ્વાદ ચાખ્યો છે જ્યારે દિલ્હીમાં સન ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને સજ્જડ હાર આપી હતી. ત્યારબાદ બીજી વાર પણ આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવી રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી જેમાં ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ૬૮૫ ઉમેદવારોની બીજી યાદી રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ દ્વારા જાહેર કરાઇ હતી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં જરૂર પરિવર્તન લાવશે શિક્ષણ. પાણીની વ્યવસ્થા. વીજળી જેવી સુવિધાઓ આપીને રાજનીતિ બદલવાનો આમ આદમી પાર્ટી ચોક્કસ પ્રયાસ કરશે
ત્યારબાદ પાંચ વાગે સુરતના સરથાણા વિસ્તારના કેનાલ રોડ પર ખોડલઘામ ખાતે વિજય સંકલ્પ સભા યોજાઇ હતી. જેમાં રાષ્ટીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ,ઘારાસભ્ય ગુલાબસિહ યાદવ,સંસ્થાપક કિશોર દેસાઇ,પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા અને ઉપાઘ્યક્ષ ભેમાભાઇ ચૌઘરી સહિતના સુરત શહેર/જીલ્લાના પદાઘીકારીઓ,જાહેર થયેલ ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાયઁકતાઁઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં વિવિઘ રાજકીય/સામાજીક આગેવાનો રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ અને ઘારાસભ્ય ગુલાબસિહ યાદવના વરદ હસ્તે એનસીપીના માજી યુવા અધ્યક્ષ રાજુ ગોધાણી. એનસીપીના શહેર મંત્રી નિલેશ રાદડિયા તેમજ સામાજીક આગેવાન કરમસિંહ રાશિયા અને એનસીપીના ઓલપાડ વિધાનસભા પ્રમુખ શાંતિલાલ ગેડીયા તથા મજદૂર યુનિયન સંસ્થાના સંસ્થાપક અજય દુબે. ધ બેસ્ટ સ્કૂલના સંચાલક તેમજ રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલકના સંગઠન મંત્રી ભીમજીભાઇ ઠેસીયા અને મહાત્મા ગાંધી નોબલ પ્રોફેશનલ એવોર્ડ થી સન્માનિત મોનાબેન કપૂર અને સમતા પાર્ટીના પ્રમુખ આશુતોષ પાઠક તેમજ ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર મોદી અને સુરત જરી એન્ડ થ્રેડ એસોસિયેશનના પ્રમુખ મહેન્દ્રભાઈ બોરડા સહિત રાજકીય-સામાજિક આગેવાનો એ આમ આદમી પાટીઁમાં પ્રવેશ મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application