Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિવિલ હોસ્પિટલનાં ઉમદા પ્રયાસોના પરિણામે થયેલા અંગદાનથી ચાર વ્યક્તિઓને નવજીવન તથા એક વ્યક્તિનું જીવન બદલાયુ

  • June 09, 2023 

દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. ગોડાદરાની બ્રેઈનડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાનુ આંતરડું તથા લીવરના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન તથા એક વ્યકિતનુ જીવન બદલાશે. સુરત શહેરના ગોડાદરા ખાતે રહેતા ૨૪ વર્ષીય પ્રિતીબેન શુકલાને તા.૦૩ જૂનના રોજ બપોરે ૧.૪૨ વાગે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચારેક દિવસની સારવાર બાદ તા.૭મી જૂનની રાત્રિએ ૨.૦૦ વાગે ન્યુરોસર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારજનોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું.


જેથી સ્વ.પ્રિતીબહેનના ભાઈ તથા સસરાએ અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. બપોરે ૧.૦૦ વાગે બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં તથા લિવર અને બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, શુકલા પરિવારે છ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. સ્વ.પ્રિતીબહેનને ત્રણ વર્ષીય પુત્ર છે. આમ, સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે ૨૮મું અંગદાન થયું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ઉભરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application