દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી છે. કોર્ટ રજિસ્ટ્રીએકેજરીવાલની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે કેજરીવાલને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કેજરીવાલની અરજી સાંભળવા લાયક નથી. અહીં નોંધનિય છે કે, હવે સીએમકેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને 10 મેના રોજ જસ્ટિસ સંજીવખન્ના અને જસ્ટિસ દીપાંકરદત્તાએ વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તિહાર જેલમાં આત્મ સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું.
17 મેના રોજ પીએમએલએ કેસમાં તેની ધરપકડની કાયદેસરતાને પડકારતી બેન્ચે ઈડી પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચે પણ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનો સંપર્ક કરવા કહ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને 6થી 7 કિલો વજનમાં અચાનક ઘટાડો થવાને કારણે અનેક તબીબી પરીક્ષણો કરાવવા માટે વચગાળાના જામીનનો સમયગાળો સાત દિવસ વધારવાની વિનંતી કરી હતી. કેજરીવાલે26 મેના રોજ દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું હતું કે તેઓ 2 જૂનના બદલે 9 જૂને આત્મસમર્પણ કરવા માગે છે, જે કોર્ટ દ્વારા જેલમાં પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application