ગુજરાત પ્રવાસમાં ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે મહિલાઓને સૌથી મોટી ગેરન્ટી આપી છે. અમદાવાદ પ્રવાસ દરમિયાન મહિલાઓ પર આજે ગેરન્ટી આપતા અરવિંગ કેજરીવાલે 18 વર્ષથી ઉપરની મહિલાના ખાતામાં દર મહિને 1000 આપવાની ગેરેન્ટી આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ફ્રી રેવડી નહીં અધિકાર છે. સ્વિસ બેન્કોમાં નહીં જનતાને આ રુપિયા મળવા જોઈએ.18થી 19 વર્ષની દિકરીઓને જાણું છું તેઓ ભણવામાં તેજ હોય છે પરંતુ કોલેજની ફી ભરવા માટે પૈસા નથી હોતા. લગ્ન પછી ઘણી બહેનોનો ઘરનો ખર્ચ વધુ આવે છે. મોંઘવારી પણ નડે છે.
તેમને પણ 1000 રુપિયા બેન્ક ખાતામાં જશે.આ પ્રકારની જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા અમદાવાદ દરમિયાન કરવામાં આવ હતી. મહિલાઓ માટેની અને મહિલા મતદારોને આકર્ષવા માટેની આ મોટી જાહેરાત છે. આ સાથે તેમને કેટલીક મહત્વની વાત પણ કરી હતી.તેમને અમદાવાદના પ્રવાસ દરમિયાન વધુમાં જણાવ્યું કે, તેમના હાથમાં હજાર રુપિયા હશે તો પતિની તરફ જોવું નહીં પડે. થોડીક શાંતિ મળશે, 1000 રુપિયા મહિલાઓના હાથમાં આપતા અર્થવ્યવસ્થામાં પણ ફર્ક પડશે. અરબપતીઓ પાસે પૈસા જશે તો જહાજ, બંગલાઓ ખરીદશે. બહેનાના હાથમાં પૈસા આવશે તો અર્થવ્યવસ્થા વધશે અને નવી નવી ફેક્ટરીઓ બનશે.અમિરોના હાથમાં વધુ પૈસા જશે તો અર્થવ્યવસ્થા મજબૂત નહીં બને.
પંજાબ સરકારનો 6 હજાર કરોડ ટેક્સ વધી ગયોપૈસા ક્યાંથી આવશે તેવું કહેનારને કહેવું છે કે, પંજાબમાં માર્ચમાં સરકાર બની, સરકાર બનતા 3 મહિનામાં જ 15 હજાર કરોડનો ટેક્સ આવ્યો હતો. અત્યારે 21 હજાર કરોડ ટેક્સ આવી ગયો. વીજળી ફ્રી કરવા 3 હજાર કરોડ જોઈતા હતા અને 6 હજાર કરોડ આવ્યા. આ લોકો અમીરોના કર્જ માંફ કરે છે જ્યારે અમે ભ્રષ્ટાચાર બંધ કરીશું. 7 વર્ષ દિલ્હીમાં સરકાર ચલાવું છું. સરકારમાં પૈસાની નહીં નિયતની કમી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500