અરુણાબેન ચૌધરી તાપી જિલ્લાના જાગૃત નાગરિકે વ્યારા તાલુકા ખાતે હસ્તકલા યોજના અંતર્ગત ‘દિવાળી હસ્તકલા’ પ્રદર્શન મેળામાંથી સ્થાનિક નાગરિકો પાસેથી વિવિધ ચીજ વસ્તુઓ ખરીદી તેઓને આર્થીક રીતે મદદરૂપ બનવાનો સરાહનિય પ્રયાસ કર્યો હતો. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેત પેદાશોનો રોજીંદાજીવનમાં ઉપયોગ કરવા જાહેર અનુરોધ કર્યો હતો.
નોંધનિય છે કે, ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે નાના વેપારીઓના રોજગાર વૃદ્ધિના શુભ હેતુથી આરંભાયેલું આ કેમ્પેઈન 1 નવેમ્બરથી 20 નવેમ્બર, 2023 સુધી ચાલનાર છે જેમાં નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી ચિજ વસ્તુઓ ખરીદી તેની રીલ/ વીડિયો કે વિડિયો બનાવી #vocalforlocal હેશટેગનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા ઉપર મુકીએ અને @InfoGujarat અને @infotapigogને ટેગ કરો. આ પ્રદર્શન કેન્દ્રમાંથી વધારેમાં વધારે ચીજ વસ્તુઓ ખરીદી લોકલ કલાકારોને આર્થીકરૂપ મદદરૂપ થઇ ‘વોકલ ફોર લોકલ’ બનવા જિલ્લા તંત્ર દ્વારા પણ જાહેર જનતાને ખાસ અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application