Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના અડાજણમાં નિવૃત્ત પ્રોફેસરને બંધક બનાવી લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ

  • February 26, 2023 

સુરતના અડાજણમાં નિવૃત્ત પ્રોફેસરને બંધક બનાવી લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  લૂંટમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીની પોલીસે શોધખોળ કરી છે.રણછોડનગરમાં રહેતા નવયુગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર શિવરામ પટેલ મંગળવારે સવારે સાત વાગ્યે પોતાના ઘરમાં કામ કરી રહ્યાં હતા.


આ સમયે પાંચ લૂંટારૂઓ ઘરમાં પ્રવેશ્યા અને ચપ્પુની અણીએ પ્રોફેસર અને તેમના પત્નીને બંધક બનાવી સાત લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTV તપાસ્યા હતા. જેમાં પાંચ લૂંટારૂઓ બાઈક પર જતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે મોહમદ ઉબેદલાલ નામના આરોપીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application