મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી યુવક પર પેશાબ કરવાના આરોપી પ્રવેશ શુક્લાને પોલીસે મંગળવારે મોડી રાત્રે કસ્ટડીમાં લીધો હતો.આ મામલામાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓને રાષ્ટ્રીય સુરક્ષા કાયદો(NSA) લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આરોપી પ્રવેશ શુક્લા ભાજપનો નેતા છે.
સીધી જિલ્લાની ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે,આરોપી પ્રવેશ શુક્લાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી પ્રવેશ શુક્લા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 294, 504 અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે શાંતિ ભંગ કરવા માટે અભદ્ર કૃત્ય અને ઈરાદાપૂર્વક અપમાનની કલમો પણ લગાવવામાં આવી છે. આરોપી સામે NSA લગાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક જમીન પર બેઠો છે. નજીકમાં ઉભેલો આરોપી પ્રવેશ શુક્લાને તેના પર પેશાબ કરી રહ્યો છે. વીડિયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે જમીન પર બેઠેલો યુવક ગભરાયેલો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મોડી રાત્રે આરોપીને કસ્ટડીમાં લીધો હતો.સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રવેશ શુક્લાને ભારતીય જનતા યુવા મોરચાનો સ્થાનિક આગેવાન છે.પ્રવેશ શુક્લા બીજેપી વિધાનસભ્ય કેદારનાથ શુક્લાનો નજીકનો સાથી હોવાની પણ માહિતી મળી રહી છે.જોકે, કેદારનાથ શુક્લાએ અહેવાલોને નકારી કાઢ્યા છે. કેદારનાથ શુક્લાએ કહ્યું છે કે મારા તેના સાથે કોઈ સંબંધ નથી. કોઈપણ વ્યક્તિ ફોટો લઈ શકે છે. કુબરી ગામના લોકોનું કહેવું છે કે પ્રવેશ શુક્લા ભાજપનો નેતા છે. તેમજ તે વિધાન સભ્યના લોકો સાથે રહેતો હતો.
પ્રવેશ શુક્લા વિધાનસભ્યના પુત્ર સાથે પડછાયાની જેમ રહેતો હતો. વિધાન સભ્યના પુત્ર ગુરુ દત્ત શુક્લા સાથે તેની ઘણી તસવીરો છે. તે વિધાન સભ્યના કાર્યક્રમોમાં જતો હતો. તેમજ વિધાન સભ્યના પુત્રના જન્મદિવસે તે હોર્ડિંગ્સ લગાવતો હતો.
પ્રવેશ શુક્લાની તસવીર મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રા સાથે પણ છે.ગૃહ પ્રધાનની મુલાકાત દરમિયાન તે તેમને આવકારવા તૈયાર દેખાય છે. તેણે સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો પણ શેર કરી છે. મધ્યપ્રદેશના ગૃહપ્ર ધાન નરોત્તમ મિશ્રા સાથેમાત્ર કેદારનાથ શુક્લા જ નહીં, ભાજપના અન્ય નેતાઓ સાથે પણ પ્રવેશ શુક્લાની ઘણી તસવીરો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500