સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી કિર્તી પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. કિર્તી પટેલ સહીતના 10ની પોલીસે આખરે ધરપકડ કરી છે. જુનાગઢ ભેંસાણ પોલીસે કિર્તી પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં સતત વિવાદમાં રહેતી ટિકટોક પર અગાઉ છવાયેલી રહેતી કીર્તિ પટેલ તેના સાગરીતો સાથે ભેંસાણના એક પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. તેના સાગરીતો પણ ઝઘડો કરવા માટે પહોંચ્યા હતા.આથી પોલીસે 10 લોકોની સામે રાયોટીંગ અને ગેરકાયદેસર મંડળી રચવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધીને ધરપકડ કરી છે.કીર્તિ પટેલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સાણ પાસે રહેતા જમનભાઈ ભાયાણી વિરુદ્ધ કોઈક કારણોસર બેફામ બોલતી હતી. ભૂંડી ગાળો પણ આપી હતી અને ધમકી પણ આપી હતી.
જો કે, ત્યાર બાદ તેના સાગરીતો સહીત 10 લોકો ત્યાં પહોંચતા પોલીસે કિર્તી સહીતનાની ધરપકડ કરી લીધી હતી.જમનભાઈની ફરિયાદ પરથી પોલીસ અને એલસીબીએ કીર્તિ પટેલ (સુરત), અજય મંગુ જેબલીયા (સુરત), અવનિક ભરત વઘાસિયા (સુરત), ભરત ધીરુ મજેઠીયા (નાના ભાદરકા), જીતેન્દ્ર રાઠોડ (અમદાવાદ), જતીન લાઠીયા (સુરત), વૈશાખ અરવિંદ સહીતનાની ધરપકડ કરી હતી. અગાઉ કિર્તી સામે અમદાવાદમાં પણ ફરીયાદ નોંધાઈ હતી. વારંવાર આ પ્રકારે ઘટનાઓ સામે કિર્તી સામે ફરીયાદ નોંધવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500