Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરિક્રમાવાસીઓ માટે રેંગણ ઘાટ ખાતે 20 નાવડીની વ્યવસ્થા અને શહેરાવ ઘાટ પર 12થી વધુ નાવડીઓ નાવિકો સાથે તૈનાત કરવામાં આવી

  • April 08, 2023 

માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો જુવાળ જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવેલ છે. જ્યાં શ્રદ્ધાળુઓ માં નર્મદાની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતાનો અનુભવી રહ્યાં છે. શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્યલક્ષી વ્યવસ્થા, અન્નક્ષેત્ર, સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરી ભાવ સાથે તંત્રએ ખુબ જ સરાહનીય કામગીરી કરી છે.






હયાત અને નવી સુવિધા ઉપલબ્ધ કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટર શ્વેતા તેવતિયાએ રેંગણ ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ માટે સુચારૂ વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને સ્વયં બોટમાં મુસાફરી કરી હતી. વધુમાં શ્રદ્ધાળુઓના મધુ ઘસારાને પહોંચી વળવા નવી બની રહેલી જેટી (કાચા ઘાટ)નું પણ નિરીક્ષણ કર્યું હતું. શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વિભાગની કામગીરી સંભાળી રહેલા પોલીસ  વિભાગ, તાલુકા અધિકારી, તાલુકા મામલતદાર સાથે સમાયાંતરે બેઠકો યોજીને શ્રદ્ધાળુઓને કોઈ અવગડ ન પડે તે માટે ઝીણવટપૂર્ણ માહિતીની સમીક્ષા કરી હતી. ઉપરાંત નર્મદા તટે આવેલા અનેકવિધ આશ્રમોના સંચાલકો સાથે પણ સંકલન કરીને શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાની તમામ ખાતરી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલ રૂમ કાર્યરત વડોદરા  ખાતેથી એસડીઆરએફની ટીમ શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાને લઈને અત્યાધુનિક સાધનો સાથે ૨૪X૭ ખડેપગે સેવા આપી રહ્યાં છે.






તેમજ કોઈ આકસ્મિક બનાવ ન બને તે માટે નદીમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ૦૨૬૪૦-૨૨૪૦૦૧ નંબર જાહેર કરવામાં આવેલ છે. હોડીના સંચાલકો સાથે તંત્રનું સંકલન શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો તથા બોટની સંખ્યા, નવા ઘાટની સુવિધા, નવા સ્ટેન્ડ સહિત બરિકેટની વ્યવસ્થા ઉભી કરવા, પ્રવાસીઓને ટિકીટ આપવા તથા બેઠકની મર્યાદા સુનિશ્વિત કરવામાં આવેલ છે. જે માટે તંત્ર અને હોડીના ઇજારદારો સાથે બેઠક થઈ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેંગણ ઘાટ તિલકવાડા ખાતે ૨૦ નાવડીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને શહેરાવ ખાતે ૧૨ થી ૧૪, નાવડીઓ ચાલક સાથે પરિક્રમાવાસીઓ માટે તૈનાત કરવામાં આવી છે. પોલીસ વીભાગ દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક સુરક્ષા વ્યવસ્થા સહિત ૧૦૮ તેમજ સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ પણ સ્ટેન્ડબાય રાખીને શ્રદ્ધાળુઓ માટે ઉચિત સુવિધા ઉપલબ્ધ કરાવીને જિલ્લા વ્યવસ્થા તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News