પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. પૂર્ણા નદીમાં પાણીની આવક વધવાના કારણે નવસારી શહેરના 16 શહેરી વિસ્તાર, ગ્રામ્યના 11 અને જલાલપોર તાલુકાના 11 ગામોને અસર થઇ શકે તેવાં ગામો છે. 'ઝીરો કેઝ્યુલટી' અભિગમને ધ્યેય બનાવી નવસારી જિલ્લા તંત્ર પ્રોએક્ટિવ કામગીરી કરી રહ્યું છે. જે અન્વયે નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજરોજ સવારે આઠ વાગ્યાના અરસામાં જલાલપોર તાલુકાના માણેકપોર ગામમાં પાણી ભરાવાની શરૂઆત થતાં તલાટી કમ મંત્રીશ્રી દ્વારા તાલુકા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.
એના ભાગરૂપે મામલતદારશ્રી, ટીડીઓશ્રી એ મળીને અંદાજિત સો લોકોને માણેકપુર પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ સાથે માણેકપુર ગામના હળપતિ વાસના પાંચ સગર્ભા માતા પૈકી ૨ બહેનો જે ૯ માસ અને ૨ બહેનો જે ૭ મહીનાનો ગર્ભ ધરાવે છે તેઓની સુરક્ષાના ભાગરૂપે આ ૪ બહેનોને નવસારી સીવીલ ખાતે એમ્બ્યુલન્સ મારફત અને મેડીકલ ટીમની નિગરાનીમાં સાવચેતીના ભાગ રૂપે સ્થળાંતર કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે સ્થળાંતરિત કરેલા નાગરિકો માટે ભોજન પાણી અને મેડીકલ ટીમ સહિત જરૂરી વ્યવસ્થા નવસારી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application