બીટીપીનું ગઠબંધન ચૂંટણી પહેલા જ તૂટી ગયું છે ત્યારે બીટીપી હવે તેનો વિસ્તાર વધારવા માંગે છે. ત્યારે તે બીજેપીથી પહેલાથી નારાજ છે જેથી કોંગ્રેસ એક વિકલ્પ છે. માટે મળતી વિગતો અનુસાર બીટીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. તેવી માહિતી સામે આવી રહી છે.
BTP સાથે NCP આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ એનસીપી સાથે એક પણ બેઠક પર ગઠબંધન કરે તેવી શક્યતા નથી. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનસીપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરે છે અને રાજ્યસભાની ચૂંટણીમાં દર વખતે ભાજપને મત આપે છે. આમ એનસીપી સાથેના ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો થતો નથી. જેથી આ બાબતે પણ નારાજગી કોંગ્રેસની છે. ગત વખતે પણ કોંગ્રેસે NCP સાથે 7 બેઠકો પર ગઠબંધન કર્યું હતું, પરંતુ NCPના ઉમેદવારો બીજા સ્થાને પણ આવી શક્યા ન હતા.
આવી સ્થિતિમાં કોંગ્રેસને આ ડીલથી કોઈ ફાયદો નથી પરંતુ નુકસાન છે કેમ કે,તેમના ઉમેદવારો સ્થાનિક એનસીપીની ટિકિટ આપવાથી નારાજ પણ થઈ રહ્યા છે પરંતુ મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્રમાં 4 ટિકિટ એનસીપીની ફાઈનલ પણ માનવામાં આવે છે. અત્યારે કોંગ્રેસ છેલ્લી ચૂંટણીમાં ઓછી બહુમતીથી હારી હતી તેમાં ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.ખાસ કરીને સ્થાનિક ધારાસભ્યો કે જેઓ હજુ પણ કોંગ્રેસ સાથે છે તેઓએ તેમની હારના કારણે કંઈક નવા જૂની અને અલગ રણનિતીથી ચૂંટણી લડવી પડશે. પરંતુ અત્યારે કોંગ્રેસ વધુ મજબૂત થવા માટે અને મતો વધુ અંકીત કરવા આ બન્ને પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500