ઈજિપ્માં પુરાતત્વવિદોએ 1800 વર્ષ પ્રાચીન રોમન સામ્રાજ્યનાં એક રહેણાંક શહેરને શોધી કાઢ્યુ છે. આ મોટી શોધ ઈજિપ્તનાં શહેર લક્સરમાં થઈ છે. આ શહેર બીજી અને ત્રીજી સદીનું છે. ઈજિપ્તનાં પુરાતત્વ પરિષદના પ્રમુખ મુસ્તફા વજિરીએ જાણકારી આપી કે, અહીં બીજી અને ત્રીજી સદીમાં લોકો રહેતા હતા. શહેરમાં અમુક રહેણાંક મકાન સુરક્ષિત સ્થિતિમાં મળ્યા છે. લોકોએ કબૂતરો માટે પણ ઊંચા ઘર બનાવ્યા હતા. વજિરિએ આને લક્સરના પૂર્વ કિનારે મળતુ સૌથી પ્રાચીન અને સૌથી મહત્વપૂર્ણ શહેર ગણાવ્યુ છે.
સંશોધનકર્તાઓએ શહેરમાં કેટલાક એવા સ્થાન પણ શોધ્યા છે જ્યાંથી વાસણ, ઓજાર અને કાંસાના રોમન સિક્કા મળ્યા છે. તેમણે આ શોધને એક દુર્લભ શોધ ગણાવી છે. સંશોધનકર્તાઓએ લક્સરની નીલ નદીના પશ્ચિમી તટ પર ખોદકામની શરૂઆત કરી હતી. જે બાદ તેમને આ શહેર મળ્યુ છે. નીલ નદીનો આ વિસ્તાર પ્રાચીન મંદિરો અને મકબરા, રાણીઓની ખીણ, રાજાઓની ખીણ વગેરે પર્યટક સ્થળો માટે પ્રસિદ્ધ છે. ઈજિપ્તના પુરાતત્વવિદોએ તાજેતરના વર્ષોમાં અમુક મોટી શોધ કરી છે. એપ્રિલ 2021માં તેમણે લક્સરના પશ્ચિમી કિનારે એક 3,000 વર્ષ પ્રાચીન ખોવાયેલા સોનેરી શહેરની શોધ કરી હતી. આ શહેરને ઈજિપ્તમાં અત્યાર સુધી શોધવામાં આવેલુ સૌથી પ્રાચીન શહેર માનવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500