અમદાવાદના આરવ રાજપૂતે સળંગ પાંચમી વાર નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને અમદાવાદ સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.તાજેતરમાં ગોવા ખાતે તારીખ 21 થી 24 મે ના રોજ યોજાયેલી ઓલ ઇન્ડિયા નેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં અમદાવાદના આરવ રાજપૂતે સળંગ પાંચમી વાર નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને અમદાવાદ સહિત રાજ્યનું ગૌરવ વધારેલ છે.
આ બાબતે આરવ રાજપૂતે તાપીમિત્રને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નેશનલ ચેમ્પિયનશિપમાં જીતો-કાઇ કરાટે સ્ટાઈલમાં ભારતના અલગ-અલગ રાજ્યના લોકોએ ભાગ લીધેલ હતો.જેમાં આરવ રાજપૂતે 28 થી 30 વર્ષની બ્લેક બેલ્ટ સિનિયર કેટેગરી વયજૂથમાં ફાઇટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સતત પાંચમી વાર ગુજરાતના ગૌરવમાં વધારો કરેલ છે. આરવ રાજપૂતે નવ રાઉન્ડ ફાઈટ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
આ ચેમ્પિયનશિપમાં આરવ રાજપૂતના કોચ અને ગુજરાતના ચીફ સુસ્મિત ગોહેલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ હાંસલ કરેલ છે. તેમના કોચ સસ્મિત ગોહેલનું કહેવું છે કે,જે રીતે નેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં આરવ ગુજરાતને પ્રથમ સ્થાને લઈને આવ્યો છે એવી જ રીતે ઈન્ટરનેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં ભારતને પ્રથમ સ્થાને લઈને આવવા માટે મહેનત કરી રહ્યો છે."હવે નેશનલ ચેમ્પિયનશિપ બાદ આરવ રાજપુત અમેરિકામાં યોજાવા જઇ રહેલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા પણ આવી ઘણી ચેમ્પિયનશિપ રમીને આરવ રાજપૂતે ઘણા બધા મેડલ્સ હાંસલ કર્યા છે. આ પહેલા પણ આરવ રાજપૂતે વર્લ્ડ કરાટે ચૅમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો જેમાં તેઓએ 10 દેશોને કરાવીને ભારતના ગૌરવ વધારો કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500