ડાંગ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓને પરસ્પર સહયોગ સાથે પ્રજાકીય વિકાસકામો પૂર્ણ કરવાનો અનુરોધ કરતા, ડાંગના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લામા હાથ ધરાતા વિકાસ કામો બેવડાઈ નહિ તેની તકેદારી દાખવવાની સૂચના આપી છે.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમા મંત્રીએ સને ૨૦૨૧/૨૨ ના વર્ષના 'ન્યુ ગુજરાત પેટર્ન' યોજનાના કુલ ૧૪૯૫ લાખના ૨૯૧ કામોને મંજૂરીની મહોર મારી હતી.જિલ્લાના વિકાસ કામો બાબતે દરેક અમલીકરણ અધિકારીઓ ખૂબ જ ચોકસાઈ સાથે નિયત સમય મર્યાદામા તેમના હસ્તકના કામો પૂર્ણ કરે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ખાસ કરીને ભૂમિ અને જળ સંરક્ષણના કામો ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવાનુ આહવાન કર્યું હતુ.
સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ આંશિક ફેરફાર સાથે મંજુર થયેલા સને ૨૦૨૧/૨૨ ના ૨૯૧ નવા કામો ઉપરાંત બેઠકમા ગત વર્ષ સને ૨૦૨૦/૨૧ના વર્ષમા મંજુર થયેલા કામો પૈકી શરૂ ન થઈ શકેલા જુદા જુદા વિભાગના ૪૭૬.૪૫ લાખના કુલ ૬૫ કામોની વિભાગવાર સમિક્ષા હાથ ધરી ઉપયોગી સૂચનો કર્યા હતા. જ્યારે પ્રગતિ હેઠળના ૧૧૨.૦૪ લાખના ૨૪ કામોની સ્થિતિ અંગે પણ વિચાર વિમર્શ હાથ ધર્યો હતો. ઉલ્લેખનિય છે કે, સને ૨૦૨૦/૨૧ ના વર્ષ દરમિયાન ડાંગ જિલ્લામા 'ન્યુ ગુજરાત પેટર્ન' હેઠળ કુલ ૧૩૪૬.૪૧ લાખના ૨૭૫ વિકાસ કામો મંજુર કરાયા હતા.
દરમિયાન સને ૨૦૧૯/૨૦ના ૪૩.૮૬ લાખના શરૂ ન થઈ શકેલા ૩ કામો, તથા ૨૦૮.૦૮ લાખના પ્રગતિ હેઠળના ૧૫ કામોની ચર્ચા વિચારણા પણ હાથ ધરવામા આવી હતી. જ્યારે સને ૨૦૧૮/૧૯ના વર્ષમા મંજુર થયેલ 'ડોન ગામે નારીઆંબા ફળીયા ખાતે સંગ્રહ તળાવ બનાવવાનુ ૨૩.૮૬ લાખનુ કામ' સ્થળફેર હેતુ ચર્ચામા લેવાયુ હતુ. તો 'કોરોના કાળ' મા શરૂ ન થઈ શકેલા ૧૫૫.૩૯ લાખના જુદા જુદા ૧૧ કામોની પણ ચર્ચા વિચારણા કરવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500