ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં આવ્યા બાદ મહત્વના પરિવર્તન અને નવી કામગીરી કરતાં રહ્યા છે. ત્યારે હવે જિલ્લા સ્તરે કામકાજોના ઝડપી નિકાલ માટે પ્રભારી મંત્રીઓ બાદ જિલ્લા સ્તરે પ્રભારી સચિવોની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓના પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવોની નિમણૂંક કરવામાં આવી છે.
અમદાવાદના પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પ્રભારી મંત્રી તરીકે ઋષિકેશ પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્યના સચિવ જયપ્રકાશ શિવહરેને ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગરના પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.જ્યારે વિજ્ઞાન સચિવ તરીકે ફરજ બજાવતા વિજય નહેરાને બનાસકાંઠાના પ્રભારી સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ પ્રફુલ્લભાઈ પાનસેરીયાને કચ્છના સચિવ મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.આ ઉપરાંત પંચમહાલના મંત્રી સચિવ તરીકે કુબેર ડીંડોરને અને નવસારી-સુરતના મંત્રી સચિવ તરીકે કનુભાઈ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે અશ્વિની કુમારની મહિસાગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે.( ન્યુઝ અપડેટ થઇ રહ્યા છે )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application