Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં નવા રાજદૂત પદે રૂચિરા કમ્બોજની નિયુક્તી

  • June 23, 2022 

1987 બેચના ભારતીય વિદેશ સેવા (ઇન્ડિયન ફોરેન સર્વિસ-IFS) અધિકારી રૂચિરા કમ્બોજ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં નવા કાયમી રાજદૂત પદે નિયુક્ત થવાના છે. અત્યારે તેઓ ભૂતાનમાં રાજદૂતપદે છે યુનો સ્થિત વર્તમાન રાજદૂત ટી.એસ. તિરૂમૂર્તિ નિવૃત્ત થતાં તેમનાં સ્થાને તેઓ નિયુક્ત થશે. 1987ની IFSમાં તેઓ 'ટોપર' હતા. ભૂતાનમાં રાજદૂત બનતા પહેલા તેઓ દ.આફ્રિકામાં ભારતના હાઇ-કમિશનર પદે હતા. યુનેસ્કોમાં તેઓએ ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે પણ સેવા આપી છે. રૂચિરા ભૂતાનમાં સૌથી પહેલા મહિલા રાજદૂત છે.



કેરિયરની શરૂઆતમાં તેઓ ફ્રાંસમાં (પેરીસ)માં થર્ડ સેક્રેટરી તરીકે કરી હતી પછી ફ્રેંચ ભાષા પણ શીખ્યા તેથી તુર્ત જ તેઓને સેકન્ડ સેક્રેટરી બનાવાયા. ત્યારપછી વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી પદે રહિ પશ્ચિમ યુરોપ ડિવિઝન સંભાળ્યું. તે પછી ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમી એન્ડ કોમર્શિયલ) તરીકે મોરેશ્યસમાં નિયુક્ત કરાયા હતા. આ પછી તેઓ વિદેશ મંત્રાલયમાં વિવિધ સ્થાનો ઉપર કાર્યરત રહ્યા.



રૂચિરા 2002-2005 સુધી યુનોમાં ભારતના સ્થાનિક મિશનમાં પરામર્શદાતા તરીકે પણ કામ કર્યું છે જ્યાં તેઓ એનેલિસીસનો કાર્યભાર સંભાળતા હતા. તેઓએ યુનો શાંતિ સ્થાપના (પીસ મિશન) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર મધ્યપૂર્વ સંકટ સહિત અનેક મહત્ત્વના કાર્યો સંભાળ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application