આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે તાપી જીલ્લામાં SMS તથા Social mediaનો દુરૂપયોગ થતો અટકાવવા તથા વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભયમુક્ત રીતે યોજાય તે માટે તથા કોઇપણ વ્યક્તિને ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થાય તેવા સંદેશા SMS અને સોશિયલ મિડીયાના માધ્યમથી મળે તો આ અંગે કોઇ ફરીયાદ આવે તો તેના તાત્કાલીક લઇ નિકાલ કરવા તથા કાયદેસરની કાર્યવાહી કરવા અત્રેના તાપી જીલ્લા પોલીસ વિભાગમાં જે.એસ.નાયક નોડલ અધિકારી SMS તથા સોશિયલ મિડીયા અને નાયબ પોલીસ અધિક્ષક, મુ.મ.તાપી મો.નં. ૯૯૨૫૦૩૨૮૦૪ તથા નોડલ અધિકારી SMS તથા social media મદદમાં જે.બી આહીર પો.સ.ઇ. એસ.ઓ.જી. તાપી મો.નં. ૯૬૩૮૩૩૩૯૧૦ની નિમણુંક કરવામાં આવેલ છે.
જે કોઇ વ્યક્તિને આવા સંદેશા મળે અને તેઓ આ અંગે ફરિયાદ કે રજૂઆત કરવા માંગતા હોય તેમણે આવા સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત નોડલ અધિકારી SMS તથા સોશિયલ મિડીયા અને નાયબ પોલીસ અધિક્ષક, મુ.મ.તાપી, બ્લોક નંબર-૧૫, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન, પાનવાડી ખાતે તથા નોડલ અધિકારીના મોબાઇલ નંબર- ૯૯૨૫૦૩૨૮૦૪ ઉપર જાણ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500