સુરતની સંયુક્ત નિયામક, ઔધોગિક સલામતિ અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા સુરત અને તાપી જીલ્લાની હદમાં આવેલા કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓમાંથી જે શ્રમયોગીએ ઉત્પાદન વધારવામાં, ઔદ્યોગિક શાંતિ જાળવવામાં, આફતના વખતે પોતાના ત્વરિત પગલાથી કારખાનામાં અને આજુબાજુના વિસ્તારમાં જાનમાલના બચાવ, પોતાનો જીવ જોખમમાં મૂકી મોટી હોનારત થતા અટકાવી હોય અને શ્રમયોગી કલ્યાણ માટે કરેલી શ્રેષ્ઠ કામગીરી પ્રશંસા આપવા માટે દરેક રીજીયન કક્ષાએ રાજ્ય શ્રમરત્ન, રાજ્ય શ્રમ ભૂષણ, રાજ્ય શ્રમવીર/શ્રમદેવી એમ ચાર શ્રેણીના કુલ ૧૬ શ્રમ પારીતોષિક આપવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષ માટે કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરી માટે તેઓ પાસેથી અરજીઓ મંગાવાઈ છે. સુરત અને તાપી જિલ્લાની હદમાં આવતા શ્રમયોગીઓ જેઓ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તેમણે નિયત કરેલ નમૂનામાં આરજી ફોર્મ સંયુક્ત નિયામક, ઔધોગિક સલામતિ અને સ્વાસ્થ્યની કચેરી, જિલ્લા સેવા સદન-૨ બી બ્લોક, ૬ ઠો માળ, અઠવાલાઇન્સ, સુરત કચેરીએથી અથવા તો ખાતાની વેબસાઈટ www.dish.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી વિના મુલ્યે મેળવવાની રહેશે. અરજદાર શ્રમયોગી/મેનેજમેન્ટ દ્વારા સંપૂર્ણ વિગતો સાથેની અરજી અત્રેની કચેરીમાં તા.૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં પહોચતી કરવા સંયુક્ત નિયામક, ઔધોગિક સલામતિ અને સ્વાસ્થ્યની કચેરી, સુરત રીજયન, દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500