કુકરમુંડા તાલુકામાં ચાલતા દારૂના અડ્ડાઓ તેમજ વરલી મટકા જુગાર બંધ કરાવવા બાબતે ભિલીસ્થાન ટાઈગર સેના મહિલા પ્રમુખ દ્વારા કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
કુકરમુંડાના મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ગાંધીના ગુજરાતમાં જાણે દારૂબંધી હોય તેમ છતાં કુકરમુંડા તાલુકા માં દારૂ ના અડ્ડાઓ ચાલે છે જે ખૂબ જ દુઃખની વાત છે આવા દારૂના અડ્ડાઓ અને જુગાર વરલી મટકા ના લીધે આજે ગરીબ આદિવાસી ની પોતાની જિંદગી બરબાદ થઈ રહી છે રોજ કમાઈને રોજ ખાવાવાળા આ સમાજના લોકો દારૂના તેમજ જુગારના નશાની લતમાં પડે છે અને પોતાનું આખું ઘર વેચી કાઢે છે
તેમજ મહિલાઓ નાની ઉંમરે વિધવા બની જાય છે જેથી કુટુંબની ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને ગાંધીના ગુજરાતમાં દર વરલી મટકા જુગાર બંધ થાય તે માટે કુકરમુંડા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે એવી માંગ કરી હતી.
તેમજ વધુમાં જણાવ્યું હતું કે,જો આ દારૂ જુગાર વરલી મટકા બંધ ન કરવામાં આવે તો અમારા સમાજના લોકોને બચાવવા તેમજ મહિલાઓ નાની ઉંમરે વિધવા ન બને તે માટે અમે જનતા રેડ કરી દારૂ જુગાર વડલીમટકા બંધ કરાવવા નીકળી શું જેની તમામ જિમ્મેદારી વહીવટી તંત્રની રહેશે તેવું જણાવ્યું હતું અને વહીવટીતંત્રને દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500