સમગ્ર ગુજરાત માં ભારે વરસાદ ના કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે નર્મદા જિલ્લામાં દેડીયાપાડા વિસ્તારના ખેડૂતો ના ઉભા પાક પણ વરસાદ માં ધોવાયા છે આ પાકોના યોગ્ય વળતર માટે ખેડૂતો અને સામાજિક સંસ્થાઓ દ્વારા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા મુજબ ડેડીયાપાડા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામો જેવા કે કણજી,વાંદરી, માથાસર,સુરપાન,ડુમખલ,કોકમ, ચોપડી સહિતના ગામોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને 155 હેક્ટર જેટલી જમીન મા પાક ને નુકસાન થયું છે કોરોના વાયરસ ના કારણે મંદીનો માહોલ વધુ હોવાના કારણે ખેડૂતોને ખર્ચ કરીને વ્યાજ દરે મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદી કરી વાવણી કર્યા બાદ ખેડૂતોને 80 થી 85 દિવસના પાકો જેવા કે મકાઈ જુવાર બાજરી વાવણી ડાંગર તુવેર જેવા પાક નું 90 ટકા પાકો ને નુકસાન થયું છે જેના કારણે ખેતી આધારીત જીવન ગુજારતા ખેડૂતોને ખૂબ જ ગંભીર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આથી આપ સાહેબ ને નમ્ર અરજ છે કે ખેડૂતોને પાક નુકશાન નુ વળતર મળે તે માટે આપને આવેદનપત્ર આપી રજૂ કરીએ છીએ..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500