નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકામાં પનખલા ગામ ઊંડાણ વિસ્તારમાં આવેલ છે. સરકાર તરફ થી આપવામાં આવતા સસ્તા અનાજની દુકાન વાઘઉંમર ગામે કમરીયાભાઈ ખાતરીયા ભાઈ નામના વ્યક્તિ ચલાવે છે.લાભાર્થીઓની હકીકત મુજબ કોરોના જેવી મહામારીનાં સમયગાળામાં સસ્તા અનાજ ની દુકાન ચલાવનાર કમરીયાભાઇ તમામ કાર્ડ ધારકો ને છેલ્લા ૨ વર્ષ થી લાભાર્થી દીઠ સરકાર તરફ થી ફાળવવા માં આવતું અનાજ,એક કાર્ડ ધારક પ્રમાણે, તમામ લાભાર્થીઓને ૨૫ કિલો ઘઉં માંથી ૧૦ જ કીલો ઘઉં આપી છેતરતા આવેલ છે.૧૦ કિલોગ્રામ ચોખા માંથી ફક્ત ૫ કિલોગ્રામ ચોખા આપતા આવ્યા છે.
જેમાં આવેદન આપનાર ના જણાવ્યા મુજબ ગઈ તારીખ ૨૭/૦૮/૨૦૨૦ નાં રોજ પનાખલા ગામનાં કાર્ડધારક વસાવા ખાતરીયાભાઈ પાંડીયાભાઈ સસ્તા અનાજ દુકાનદાર ની અનાજ પર મહિનામાં એક જ દિવસ દુકાન ચાલુ રાખવામાં તથા છેતરપીંડી કરવા બાબતે ડેડીયાપાડા મામલતદારને લેખિત જાણ કરી હતી.જેથી એજ દિવસે પુરવઠાની કચેરી,ડેડીયાપાડા થી તપાસની ટીમ વાઘઉંમર ગામે દુકાન પર આવી હતી.ત્યાં તપાસ ટીમ નાં રૂબરૂમાં તપાસ દરમિયાન અરજદાર તરીકે અમે સ્થળ પર હાજર હતા તે સમયે મને લાતથી પેટ મા મારી તથા હાથથી ગાલ અને માથા ના ભાગે માર મારી ચશ્માં પણ તોડી નાખી ગેબી માર વાગ્યો હતો. તથા ગંદી ગાળો બોલતા હતા. ત્યાર બાદ બુમ બુમ કરતા મારા ગામના અમરસિંગભાઈ પુનિયાભાઈ દોડી આવ્યા હતા, અને કમરીયાભાઈ ખાતરી યાભાઈ ને શાંત પાડ્યા હતા.પુરવઠા વિભાગ તરફથી ૪૦ થી ૪૫ વ્યક્તિઓ ના અનાજ ઓછુ આપવા બાબતે પંચકેસ કરી જવાબો લઇ ને જતા રહ્યા હતા.ત્યારબાદ અમોએ આ બનાવ બન્યા ના દિવસે સાંજે ૮.૦૦ કલાકે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં મારામારી નો બનાવ બાબતે અરજી પણ આપી હતી.
માટે અમો તમામ ગ્રામજનોની આપને રજૂઆત છે કે દર મહિનામાં દરેક ગામ લોકો ને ફક્ત એકજ દિવસ અનાજ આપી દુકાન બંધ કરી દેવામાં આવે છે, ઓગસ્ટ મહિનામાં પ્રથમ તબક્કે જ અનાજ આપવામાં આવેલ છે.જ્યારે બીજા તબક્કામાં અનાજ આપેલ નથી.તથા અનાજ આપતા પહેલા અનાજ નું પ્રમાણ દર્શાવતી સ્લીપ પણ આપવામાં આવતી નથી. અને હવે પછીના સમય ગાળા દરમિયાન અમો તમામ ગામવાસીઓને ગામમાંજ અનાજ આપવાની વ્યવસ્થા કરવામાં આવે અને ડેડીયાપાડા ગોડાઉન માંથી પાનખલા ગામનો જથ્થો અલગથી ફાળવી આપવું અથવા મોટી સિંગલોટી ગામમાં અનાજ આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી અમારી માંગ છે. અને આરોપી સામે કાયદેસર ની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500