Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુસ્તકાલય શરૂ કરાવવા વાંચકો એ આપ્યું મામલતદાર ને આવેદન

  • September 02, 2020 

રાજપીપળા શહેર માં માત્ર બે લાઈબ્રેરી આવેલી છે જેમાં સરકારી લાઈબ્રેરી છે જેમાં જગ્યા નો મોટો અભાવ હોય અને હાલ સોસીયલ ડિસ્ટન્સ ના કારણે ત્યાં વધુ વાંચકો બેસી ન શકે જેના કારણે વાંચકો નું ભાવિ બગડે એ સ્વાભાવિક છે જ્યારે બીજુ પાલિકા હસ્તક ચાલતું પુસ્તકાલય છે જે લગભગ બે મહિના જેવા સમયથી લોકડાઉન માં બંધ હોય વચ્ચે થોડો સમય ખુલ્યા બાદ ફરી હાલ બંધ હોવાથી

 

સરકારી પરીક્ષાઓ આપવા વાંચન માટે આવતા વાંચકો ભારે તકલીફ માં મુકાયા હતા માટે આ પુસ્તકાલય ખોલવા માટે આજે મામલતદાર ને આવેદન આપ્યું છે. જેમાં કેટલાક વાંચકો ના જણાવ્યા મુજબ પાલિકા ના મુખ્ય અધિકારી ને આ બાબતે વાત કરતા તેમણે એમ જણાવ્યું હતું કે સ્કૂલો ખુલશે ત્યારે પુસ્તકાલય ખુલશે પરંતુ હજુ સરકારે સ્કૂલો બાબતે કોઈ નિર્ણય લીધો નથી અને અમારે સરકારી પરીક્ષાઓ આપવાની હોવાથી આ પુસ્તકાલય ખુલે તો ત્યાં જગ્યા મોટી હોય અમારું ભવિષ્ય ન બગડે માટે અમે આજે નાંદોદ મામકતદાર ડી.કે.પરમાર સાહેબ ને લેખિત રજુઆત કરી છે.(ભરત શાહ દ્વારા,રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application