વ્યારા રેલ્વે બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવે તે બાબતે ભારતીય હિત રક્ષક પાર્ટી દ્વારા કલેક્ટર તાપી નાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમજ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ભારત સરકાર, ગૃહ મંત્રી ભારત સરકાર, રેલવે મંત્રી ભારત સરકાર, ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી, વેસ્ટન રેલવે ચીફ એન્જિનિયર, રેલવે રાજ્ય મંત્રી ભારત સરકાર વગેરેને ટપાલ દ્વારા આવેદન પત્ર મોકલવામાં આવ્યું.
વર્ષ 2015માં અંદાજિત 22 કરોડના ખર્ચે સરકાર દ્વારા વ્યારા કાકરાપાર રેલવે ઓવરબ્રીજ 912 દિવસમાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ દોઢ વર્ષ સુધી કામ ચાલુ હતું. ત્યારબાદ અચાનક એજન્સી દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.
ત્યારથી આજ દિન સુધી એટલે કે 8 વર્ષથી કોઈ કામગીરી કરવામાં આવી નથી અને એના કારણે સી.એન.કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, કાલિદાસ હોસ્પિટલ વગેરે સંસ્થાઓમાં જવા માટે દર્દીઓએ અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 5 કિલોમીટર જેટલો ફેરો ફરીને આવવું પડે છે તેમજ જાન જોખમમાં મૂકીને દર્દીઓને સારવાર માટે આવતા હોય અને વ્યાપારિક ખેડૂત મિત્રોને પણ આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તેથી ઓવર બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવું ભારતીય હિત રક્ષક પાર્ટીનું કહેવું છે. જે માટે 15 દિવસમાં ઓવર બ્રિજનું કામ શરૂ કરી નહીં કરવામાં આવે તો લોકહિત માટે ભારતીય હિત રક્ષક પાર્ટી ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500