જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નવસારીની યાદીમાં જણાવ્યાં અનુસાર બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ-૨૦૧૫ અન્વયે કલમ-૭૬ મુજબ જે કોઇ વ્યકિત બાળકનો ઉપયોગ ભીખ માગવા માટે કરે કે કરાવે તે પાંચ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા ઍક લાખ રૂપિયાના દંડની સજાને પાત્ર થશે. તેમજ ભીખ માંગવાના હેતુ માટે કોઇ વ્યકિત બાળકના અંગ કાપે અથવા મુંગો બનાવે તો તેને સાત વર્ષની ઓછી ના હોય તેવી અને દસ વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા પાંચ લાખના દંડને પાત્ર ઠરશે. જે કોઇપણ બાળકનો હકિકતનો કબજા અથવા નિયંત્રણ ધરાવતો હોય તે પેટા કલમ (૧) હેઠળના ગુનો કરવા માટે ઉત્તેજન આપે તે પેટા કલમ(૧) માં જજોગવાઇ કરાયા અનુસારની સમાન સજાને પાત્ર ઠરશે અને આવી વ્યકિતને કલમ-૨ ના ખંડ (૧૪) ના પેટા ખંડ(૫) હેઠળ અયોગ્ય વ્યકિત તરીકે જાહેર કરાશે.
જોગવાઇ કરવામાં આવે છે કે કહેવાયેલ બાળકને, કોઇપણ સંજાગોમાં કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવું બાળક ગણવામાં નહિ આવે અને બાળકને આવા વાલી અથવા કબ્જેદારના નિયંત્રણ અથવા કબજામાંથી દૂર કરવામાં આવશે અને તેના યોગ્ય પુનઃસ્થાપન માટે તેને સમિતિ સમજ રજૂ કરવામાં આવશે.
નવસારી જિલ્લામાં કોઇપણ ૧૮ વર્ષથી નાની વયના બાળકોના અધિકારોનું હનન, શારીરિક તથા માનસિક અત્યાચાર કે શોષણ, અનાથ નિરાધાર, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલા બાળકોના કાળજી અને રક્ષણ માટે રૂબરૂ અથવા બાળકોની હેલ્પલાઇન-૧૦૯૮ તેમજ તાત્કાલિક પોલીસ સંપર્ક-૧૦૦ પર સંપર્ક કરવા જણાવાયું છે. (સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500