Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આપઘાતની દુષ્પ્રેરણામાં આગોતરા જામીન રદ

  • January 23, 2024 

ઓલપાડ તાલુકાના નરથાણ ગામની જમીનને 3.25  કરોડનાં સોદો કરાવનારને કમિશન ન આપીને માનસિક ત્રાસ આપી આત્મઘાતી પગલું ભરવા મજબુર કરવાના કારસામાં સંડોવાયેલા આરોપીએ પોલીસ ધરપકડથી બચવા  કરેલી આગોતરા જામીનની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ અતુલકુમાર આઈ.રાવલે નકારી કાઢી છે.


મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નરથાણ ગામના બ્લોક નં.65,66ની જમીનનો 3.25 કરોડમાં મૂળ જમીન માલિકો સાથેના વેચાણ સબંધી સોદામાં  મરણ જનાર હરીશ દલપત મૈસુરીયાને કમિશન આપવાને બદલે માનસિક ત્રાસ આપતા ઝેરી દવા પીને આત્મઘાતી પગલું ભર્યું હતુ.જેથી મરનારે પોતાની સુસાઈડ નોટમાં મૂળ જમીન માલિકો સહિત અન્ય આરોપીઓના નામ લખીને આત્મહત્યા કરવા સુધી ત્રાસ આપવાનો આક્ષેપ મુક્યો હતો.જેથી ઓલપાડ પોલીસમાં નોંધાયેલી હરીશ મૈસુરીયાને આત્મહત્યાની દુષ્પ્રેરણા કેસમાં આરોપી મહાવીરકુમાર શાંતિલાલ જૈન(રે.સમદ્વષ્ટિ પાર્ક રો હાઉસ,જહાંગીરાબાદ)એ આગોતરા જામીનની માંગ  કરી હતી.




આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ગુનાનો સમયગાળો તા.20-9-23થી તથા 3-9-23 સુધીનો છે.પરંતુ ફરિયાદ ત્રણ ચાર મહીનાના વિલંબ બાદ આપવામાં આવી હોઈ ફરિયાદપક્ષે ખુલાસો કર્યો નથી.આ કેસમાં મૃત્તકની સુસાઈડ નોટ સિવાય કોઈ અન્ય પુરાવા નથી.ફરિયાદીએ આરોપી પાસેથી પૈસા મેળવવા હાલની ખોટી ફરિયાદ કરી હોઈ કસ્ટડીમાં ઈન્ટ્રોગેશન જરૃરી નથી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ  રજુ કરી જણાવ્યું હતું કે મરનારે મૂળ જમીન માલિકો સાથે કરવામાં આવેલા 3.25 કરોડના સોદામાં મરણ જનારને આરોપીઓએ કમિશનને બદલે ત્રાસ અપાતા તેણે  સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી છે.મૃત્તક અને આરોપી અરજદાર વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હોઈ મોબાઈસ સંબંધી ડેટા તથા જમીનના સોદા અંગેની તપાસ  માટે આરોપીની કસ્ટડી જરૃરી છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો નિર્દેશ આપી  આગોતરા જામીનની માંગ નકારી કાઢી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News