ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે 'ડ્રગ્સ વિરોધી દિન'ની ઊજવણી કાર્યક્રમમાં #IStandStrong Against Drugs “Yuva Ambessador” પ્રતિયોગિતામાં માધ્યમિક કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર રૂચિ બારસડીયાને ગૃહરાજ્ય મંત્રીના હસ્તે શિલ્ડ અને રૂ.૩ હજારની રાશિ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત તેને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં એક વર્ષ માટે યુવા એમ્બેસેડરરૂપે નિયુક્ત કરાઈ હતી.
બારડોલીની બી.એ.બી.એસ હાઈસ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી રૂચિ બારસડીયાએ જણાવ્યું હતું કે, મારી શાળાના શિક્ષકો અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ખભેથી ખભો મિલાવીને તન, મન અને ધનથી ડ્રગ્સ વિરોધી અભિયાનમાં યોગદાન આપીશ. ભણવાની સાથે ક્રિએટિવિટીથી ડ્રગ્સ વિરોધી પોસ્ટરો, ડ્રગ્સથી થતા નુકસાન અને જીવનનું મુલ્ય સમજાવતા પોસ્ટરો બનાવીને સમાજહિતનું કાર્ય કરીશ. જુદા જુદા વ્યસનથી શરીરમાં થતા નુકસાન અને માનવ અંગો પર થતી આડ અસર સામે જન-જાગૃતિ લાવવામાં મદદરૂપ થઈશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application