ધરમપુરનાં શેરીમાળ ખાતે મંદિર ફળિયામાં રહેતા કમલેશભાઇ છનાભાઇ પાડવી ખેતીકામ, મત્સ્ય ઉદ્યોગ અને ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટનું કામ કરે છે. જોકે 12 વર્ષ પહેલા તેઓ વાંસતા ખાતે કેલીયા ડેમમાં માછી ઉછેરનો વેપાર કરતા હતા ત્યારે દિલીપ ભાણા પટેલ કે જે વાંઝણા ગામ કણબીવાડ તા.ચીખલી જી.નવસારીમાં રહેતો હોય તેની સાથે ઓળખાણ થતા તેણે જણાવેલ કે, હું વ્યાજે પૈસા આપું છું અને ક્યારે પણ પૈસાની જરૂર હોય તો કહેજો. આમ વર્ષ 2017માં મકાનનું બાંધકામ ચાલુ હોય પૈસાની જરૂર પડતા દિલીપ પાસેથી રૂપિયા 1 લાખ માંગતા વ્યાજનાં રૂપિયા 4,000 કાપી તેણે રૂપિયા 96,000 આપ્યા હતા. જેમાં સિક્યુરિટી પેટે સહીવાળા ચેક લઇ તેમાં રૂપિયા 1,12,000 વ્યાજ સહિતની રકમ ભરી તેને ચેક આપ્યા હતા.
જે તમામ રૂપિયા ચુકવી દીધા બાદ ફરીવાર બાંધકામ માટે સિમેન્ટની જરૂર હોય દિલીપ પાસેથી રાનકુવા ખાતેથી સિમેન્ટ તથા પતરા ઉધારીમાં કુલ રૂપિયા 1,20,000/-નો સામાન લઇ સિક્યુરિટી પેટે રૂપિયા 1,20,000/-ના કોરા ચેક તેણે આપ્યા હતા. જોકે દર મહિને ચાર ટકા વ્યાજ સહિતના કુલ રૂપિયા 1,20,000 ભરી દેવા છતાં વધુ રૂપિયા 2,50,000/-ની માંગણી કરતા તમામ રકમ વ્યાજ સહિત ચુવી દીધા હોવાનું કહેતા આરોપીએ જણાવેલ કે, સહીવાળો ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં ફરિયાદ કરીશ અને તે રીતે કોર્ટમાં કેસ કરી દેતા દિલીપને રૂપિયા 1,42,000/- આપી સમાધાન કરી કેસનો નિકાલ કરાયો હતો. ત્યારબાદ અગાઉ આપેલા ચેકો પરત માંગતા 2.50 લાખ નહિ આપે તો ફરીથી કોર્ટમાં કેસ કરવાની તેણે ધમકી આપી હતી. જેથી કંટાળીને આરોપી દિલીપ ભાણા પટેલ સામે શુક્રવારે ધરમપુર પોલીસ મથકે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500