Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ : ટ્રેક પર પાથરવામાં આવ્યા હતા પથ્થરો

  • October 10, 2024 

ઉત્તરપ્રદેશમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુપીના બિજનોરમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. અહીં રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા. અહીં મેમૂ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બનતા બાલ-બાલ બચી ગઈ. બિજનોરમાં રેલવે ટ્રેક પર પથરો પાથરવામાં આવ્યા હતા જેના કારણે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ આ દુર્ઘટના ટળી ગઈ. પ્રાત માહિતી પ્રમાણે મેમૂ એક્સપ્રેસ ટ્રેન સહારનપુરથી મુરાદાબાદ જઈ રહી હતી અને તેને ઉઠાવવાનું  કાવતરું ઘડવામાં આવ્યું હતું. બિજનોરના ગઢમાલપુર રેલવે ક્રોસિંગ પર રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા.


મેમૂ ટ્રેન પથ્થરોને તોડતા નીકળી ગઈ. ત્યારે ડ્રાઈવરે પથ્થરથી ટ્રેનના ટકરવાનો મોટો અવાજ સાંભળ્યો. ત્યારબાદ ડ્રાઇવર એ ઈમરજન્સી બ્રેક લગાવીને ગાડી રોકી અને જોયું તો અપ અને ડાઉન લાઈનના રેલવે પાટા પર બંને તરફ લગભગ 20 મીટર સુધી પથ્થરો પાથરવામાં આવ્યા હતા. ટ્રેક પર પાથરવામાં આવેલા નાના-નાના પથ્થરો પરથી જ્યારે ટ્રેન પસાર થાઈ તો આ પથ્થરો મોટા અવાજ સાથે તૂટ્યા તો લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી હતી‌. જોકે ટ્રેન પથ્થરોને તોડીને સુરક્ષિત પસાર થઈ ગઈ.


રેલવે પાસેથી મળેલી માહિતી પ્રમાણે મેમૂ એક્સપ્રેસ ટ્રેનના લોકો પાયલટે મુર્શદપુર રેલવે સ્ટેશન પહોંચતા જ સ્ટેશન માસ્તર અને ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની સૂચના આપી હતી. ઘટનાની સુચના મળતા જ જીઆરપી પ્રભારી પવન કુમાર આરપીએફ કે ધન સિંહ ચૌહાણ સિનિયર સેક્શન એન્જિનિયર રેલવે ટ્રેક પર જ્યાં પથ્થરો પાથરવામાં આવ્યા હતા ત્યાં પહોંચીને તપાસ કરી હતી હવે રેલવે પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application