દિલ્હી-NCRમાં પ્રદૂષણનાં મામલામાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણને લઈને વકીલ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તેમણે કેન્દ્ર સરકાર, દિલ્હી, હરિયાણા, પંજાબ અને યુપી સરકારને પક્ષકાર બનાવી છે. આપને જણાવી દઈએ કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ ઘણી અરજીઓ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને ટિપ્પણી કરતાં કહ્યું હતુ કે, આ મામલે અરજીઓ પહેલેથી જ પેન્ડિંગ છે અને આવી સ્થિતિમાં નવી અરજીની શું જરૂર છે.
સુપ્રીમ કોર્ટે વકીલ શશાંકને કહ્યું કે તમે નવી અરજી દાખલ કરવાને બદલે પેન્ડિંગ અરજીમાં હસ્તક્ષેપ કરી અરજી દાખલ કરો. આ બાબતે ગયા મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે ડાંગરનાં પાકને લણ્યા પછી બાકી રહેલો ઉપરનાં ભાગને બાળવા અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરતી PILપર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે પીઆઈએલ દાખલ કરનારા એડ્વોકેટ શશાંક શેખર ઝાને પૂછ્યું હતું કે, શું માત્ર પરસળ બાળવા પર પ્રતિબંધ લગાવવાથી વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500