કાપોદ્રા ચાર રસ્તા પાસે દુકાન માલીકને ભાડાના રૂપિયા ૩૦ હજાર આપવા જવા માટે બેસેલ ચાની દુકાનવાળાને અગાળ પાછળ ખસવાનુ કહી મહિલા સહિત રીક્ષા ચાલક ટોળકીઍ નજર ચુકવી પૈસા ચોરી લીધા બાદ આગળ પોલીસ ઉભી છે હોવાનુ કહી રસ્તામાં ઉતારી નાસી ગયા હતા
કેસની વિગત ઍવી છે હીરાબાગ ઍ,કે,રોડ હરે કુષ્ણ ઍપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિન લવજી ગોળકીયા (ઉ.વ.૩૯) હીરાબાગ ડોકટર હાઉસમાં શીવન ચાની દુકાન ચલાવે છે. અશ્વિનભાઈ ગત તા.૮મીના રોજ સવારે આવ્યો હતો અને ઘરે ફ્રેસ થઈ વતનથી લાવેલ ચીજવસ્તુઓ તેની કોટુંબીક બેનના ઘરે આપવા માટે નાના વરાછા જવા માટે પી.પી.સવાણી સ્કુલ પાસે ઉભો હતો તે વખતે ઍક રીક્ષા તેમની પાસે આવી હતી.
રીક્ષામાં પહેલાથી ઍક મહિલા અને બે પુરુષ બેઠા હતા ચાલકે અશ્વિનભાઈને પાછળ બેસાડ્યો હતો દરમિયાન કાપોદ્રા ચાર રસ્તા સુધીમાં રીક્ષા ચાલક ટોળકીઍ અશ્વિનભાઈને આગળ પાછળ ખસવાનુ કહી નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા ૩૦ હજાર ચોરી લીધા હતા અને ત્યારબાદ આગળ પોલીસ ઉભી છે હોવાનુ કહી રસ્તામાં ઉતારી નાસી ગયા હતા. અશ્વિનભાઈ પૈસા દુકાન માલીકને ભાડાના આપવા માટેના હતા. પોલીસે અશ્વિની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500