Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ વધુ એક ઇસમને ૫૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

  • February 28, 2025 

અંકલેશ્વર પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અગાઉ ૪ આરોપી બાદ પોલીસે વધુ એક ઇસમને રૂ.૫૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એક ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અગાઉ ૪ આરોપી બાદ પોલીસે વધુ એક ઇસમને રૂ.૫૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડયો હતો.


ગત તા.૧૨મી જાન્યુઆરીથી ૧૭મી જાન્યુઆરી દરમ્યાન અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સાઈટ ખાતે બીજ પરથી પ્લેટ નંગ ૪૪ સહીત અન્ય પ્લેટો મળી કુલ રૂ.૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. અગાઉ શહેર એ ડિવિઝન પોલીસે અવિનાશ વસાવા, અરુણ વસાવા, સંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી ૨૩ નંગ પ્લેટ મળી રૂ.૯૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમ, પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application