બીલીમોરાનાં દેવસર ખાતે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં જવલનશીલ કેમીકલ ગોઝારા અગ્નિકાંડમાં ત્રણ શખ્સો ભડથું થયા હતા જયારે દાઝી ગયેલા ચાર શખ્સોની વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે પૈકી એક શખ્સનું આજે સવારે મૃત્યુ થયું હતું. આ સાથે અગ્નિકાંડમાં મૃતકોનો આકડો ચાર થયો છે. બનાવની વિગત મુજબ બીલીમોરાના દેવસર ખાતે નળિયાનાં જૂના કારખાનાવાળી મિલકતમાં આવેલા જયપુર ગોલડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં જવલનશીલ કેમીકલ થીનરના બેરલો અર્જુન સોહનભાઈ વીરવાલ અને સોહનભાઇ વીરવાલ તેમના ટેમ્પામાં ચીખલીથી રાજસ્થાનના ચિતોડગઢ ખાતે મોકલવા મુકી ગયા હતા.
જે બેરલો ટ્રાન્સપોર્ટની ટ્રકમાં લોડિંગ કરતી વખતે લિકેજ થતા એક બેરલમાંથી કેમીકલ ઢોળાતાં ભીષણ આગ લાગી હતી. જેમાં ટ્રાન્સપોર્ટનાં મેનેજર સહિત ત્રણ જણાં ભડથું થઇ ગયા હતા જયારે ચાર જણાં સખત રીતે દાઝી જતાં તેમાંના ટ્રક ચાલક સહિત ત્રણને વલસાડ સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જેમાંના એક હેમંત શંકરરરાવ ઝાંબેકરનું સવારે મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું છે, આ મરનારના વાલીવારસોને પોલીસ શોધી રહી છે. ત્યારે આ જવલનશીલ કેમીકલ આરોપીઓ કયાંથી લાવ્યા તેની પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ચીખલી હાઈવે પરથી પસાર થતાં ટેન્કરમાંથી કોઇકે કાઢી આપ્યું હોવાનું જણાવ્યું હતું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે, જયારે તારીખ ૧૫નાં રોજ આ બંન્ને આરોપીઓના રિમાન્ડ પુરાં થતાં હોય પોલીસ આરોપીઓની હજી ઘણી પુછપરછ બાકી હોય તે અંગે કાલેજાણવા મળશે. કેમિકલનો જથ્થો કોણે આપ્યો તે અંગે તેમજ આરોપીઓ સાથે બીજા કોણ કોણ છે, તે અંગે બીલીમોરા પોલીસના પો.ઈ. સરવૈયા વધુ તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application