Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ : કષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં બનેલો 1 કિલો સોનાનો સુવર્ણજડિત મુગટ અર્પણ કરાયો

  • November 17, 2023 

સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક એક કિલોના બે અલગ-અલગ પ્યોર સોનાના હીરાજડિત મુગટ તથા કુંડળ સંતોના હસ્તે અર્પણ કરવાનું આયોજન હતું જે અંતર્ગત દાદાને શાસ્ત્રોક્ત વિધિ બાદ સુરતના ભંડારી પરિવારે બનાવડાવેલો મુગટ અર્પણ કરાયો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો છે.



આ મુગટની ખાસ વિશેષતા એ છે કે આ સુરતમાં બનેલો દાદાનો આંખોને આંજી દે એવો મુગટ અને કુંડળ 1 કિલો સોનામાંથી બનાવાયા છે. આ મુગટમાં ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફ્લાવરની આકૃતિ કંડારવામાં આવી છે. મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઈ છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે. તો કુલ 375 કેરેટ ડાયમંડજડિત મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં એક મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો.


એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે 'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી પણ ઓળખાય છે. દાદાની સાળંગપુર મંદિરમાં 54 ફુટની વિશાળ પ્રતિમા બાદ હવે સાળંગપુરના વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ભક્તોને વધુ એક નવું નજરાણું જોવા મળશે. સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં બનેલો 1 કિલો સોનાનો સુવર્ણજડિત મુગટ અર્પણ કરાયો હતો. જેને જોવા માટે હજારો હરિભક્તો ઉમટ્યા હતા. સુરતમાં બનેલા આ 1 કિલો સોનાના મુગટની અનેક વિશેષતાઓ છે.


સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર માં 175 માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મહોત્સવ નો શુભારંભ થઈ ચૂક્યો છે.અને કથામાં ખુબજ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જોવા મળી રહ્યો છે.ત્યારે હનુમાનજી દાદાના આ મહોત્સવ માં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક કિલો સોનાનો હીરાજડિત મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો. આ મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણા કારીગરી કરાઈ છે. એટલું જ નહીં મુગટ અને કુંડળમાં 7200 ડાયમંડ લગાડવામાં આવ્યા છે. તો કુલ 375 કેરેટ ડાયમંડ જડિત મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં એક મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application