શહેરના ભેસ્તાન ખાતે આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા લેક ગાર્ડનના રિ-ડેવલપમેન્ટ માટે મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો હવે ભાજપના નીજના જ ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ આરોગ્ય મંત્રી ઍવા કુમાર કાનાણી દ્વારા મનપાના આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કરવાની સાથે વરાછા ખાતે આવેલ ચોપાટીના નવીનીકરણની માંગ કરવામાં આવી છે. યેન કેન પ્રકારેણ વિવાદમાં રહેવા માટે ટેવાયેલા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીઍ વધુ એક વખત શાસકો સામે બાંયો ચઢાવીને વિવાદનો મધપુડો છંછેડ્યો છે.
અગાઉ મંત્રી પદેથી હાથ ધોયા બાદ વરાછા બેઠકને ભાજપ માટે સૌથી જોખમી ગણાવ્યા બાદ હવે કુમાર કાનાણી દ્વારા મ્યુનિ. કમિશનરને ગત્ ૧૪મીએ પત્ર લખીને કરોડો રૂપિયાના ખર્ચે ભેસ્તાન શ્યામજી કૃષ્ણ વર્મા લેક ગાર્ડનના રિ-ડેવલપમેન્ટનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેઓએ આ સંદર્ભે કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, માત્ર ૧૧ વર્ષમાં જ ભેસ્તાન લેક ગાર્ડનના મરામતની નોબત પાછળનું કારણ શું... વર્ષે દહાડે કરોડો રૂપિયાનું આંધણ ગાર્ડનની જાળવણી પાછળ કરવામાં આવતું હોવા છતાં જો આવી હાલત થાય તો તે વિચાર માંગી લેતો પ્રશ્ન છે. એક તરફ કોરોનાની મહામારીમાં પાલિકાની તિજારી તળિયા ઝાટક થઇ ચુકી છે. ત્યારે આ પ્રકારના ખર્ચાઓ કેટલા વ્યાજબી છે તે અંગે પણ તેમણે સણસણતો સવાલ ઉઠાવ્યો હતો.
વરાછા ખાતે આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાન ચોપાટીના રિ-ડેવલપમેન્ટ માટે પણ તેમણે પોતાની રજુઆત કરતાં જણાવ્યું હતું કે, જો ભેસ્તાનના લેક ગાર્ડન પાછળ કરોડોનું આંધણ કરવામાં આવતું હોય તો વરાછાની ચોપાટીનો પણ સર્વાંગી વિકાસ કરવો જોઇએ. આમ, શાસકોને ઘેરવા માટેની એક પણ તક હવે ધારાસભ્ય કુમાર કાનાણી જતી ન કરવાના મુડમાં હોય તેમ જણાઇ રહ્નાં છે. અલબત્ત, આરોગ્ય મંત્રીનું પદ ભોગવનાર કુમાર કાનાણી છેલ્લા કેટલાક સમયથી પાર્ટી અને શાસકોથી વિરૂદ્ધ દિશામાં ચાલી રહ્ના હોય તેવી પણ ચર્ચા શરૂ થઇ છે.
ખુદ ભાજપના ધારાસભ્ય એવા કુમાર કાનાણી દ્વારા મ્યુનિસિપલ કમિશનરની સાથે - સાથે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ ભેસ્તાન લેક ગાર્ડન રિ-ડેવલપમેન્ટ મુદ્દે રજુઆત કરવામાં આવતાં શાસકો ભીંસમાં મુકાયા છે. ઍક તરફ વરાછામાં પાટીદાર વોટ બેંકને ધ્યાને રાખીને ભાજપ દ્વારા હર સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્ના છે ત્યારે ખુદ ભાજપના જ ધારાસભ્ય દ્વારા વરાછા ચોપાટીનો મુદ્દો ઉઠાવીને શાસકોને સણસણતો સવાલ પૂછવામાં આવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. આ સંદર્ભે હજી સુધી શાસકોઍ મગનું નામ મરી પાડ્યું નથી અને આગામી દિવસોમાં શાસકો દ્વારા આ સંદર્ભે શું નિર્ણય લેવામાં આવશે તેના પર વિરોધ પક્ષની પણ નજર રહેશે તેમાં કોઇ બેમત નથી.
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા વરાછા ચોપાટીના રિ-ડેવલપમેન્ટ અંગેની શાસકો સમક્ષ કરવામાં આવેલી રજુઆતને પગલે આમ આદમી પાર્ટી દ્વારા હવે સણસણતો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી સત્તા અને સંગઠન સાથે સંકળાયેલા હોવા છતાં અનિર્ણિત રહેનારા ધારાસભ્ય કુમાર કાનાણી હવે પોતાની રાજકીય કારર્કિદીને ટકાવી રાખવા માટે ઝઝુમી રહ્ના હોય તેમ જણાઇ રહ્નાં છે. આરોગ્ય મંત્રી હોવા છતાં કુમાર કાનાણીની ધરાર નિષ્ફળતા ઉડીને આંખે વળગે તેમ હતી ત્યારે હવે ધારાસભ્ય પદ ગુમાવવાના ડરે કુમાર કાનાણી દ્વારા યેન કેન પ્રકારે ચર્ચામાં રહેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્ના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આરોગ્ય મંત્રી તરીકે કુમાર કાનાણીને રાજ્ય સરકારના મંત્રી મંડળમાંથી પડતા મુકાયા બાદ કુમાર કાનાણી દ્વારા વરાછા બેઠકને લઇને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેઅોઍએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચુંટણીમાં વરાછા બેઠક જીતવી અઘરી છે અને ભાજપના જ મતદારો ભાજપથી વિમુખ થઇ રહ્ના હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમ, મંત્રી પદેથી હટાવાયા બાદ કુમાર કાનાણી દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચાનું કેન્દ્ર બનવાના હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્ના હોવાનું પણ ચર્ચાઇ રહ્નાં છે ત્યારે આજે વધુ એક વખત વરાછા ચોપાટીના રિ-ડેવલપમેન્ટના નામે શાસકોને ભીંસમાં મુકવાનો ધારાસભ્ય દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ વરાછામાં ચર્ચાઇ રહ્નાં છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રવાસન વર્ષ 2006માં ભેસ્તાન ગામ તળ ને અડીને આવેલા તળાવને ડેવલપ કરવા માટે તા,૭.૭.૨૦૦૬ ને અષાઢ સુદ અગિયારસને શુક્રવારના રોજ તત્કાલીન શહેરના મેયર ડોક્ટર કનુભાઈ માવાણી. ડેપ્યુટી મેયર ડોક્ટર સુષ્માબેન અગ્રવાલ. સ્થાયી સમિતિના અધ્યક્ષ રણજીત ગીલીટવાલા અને તત્કાલીન શાસક પક્ષના નેતા રાજેશ દેસાઇ ની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપરોક્ત લેક ગાર્ડનની કોઈ મરામત કરવામાં આવી હોય તેમ જાણવા મળ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024