બીલીમોરા નજીકનાં ભેંસલા ખાડીની ડાઉન લાઇન પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેન સામે પડતું મૂકનાર શ્રમજીવીને બચાવવા ગયેલા બીજા શ્રમજીવીનું પણ ટ્રેનથી કપાઈ જતા મોત નિપજ્યું છે. દાદરથી બિકાનેર જતી એક્સપ્રેસ ટ્રેન જ્યારે અમલસાડ નજીકના ભેસલા ખાડીની ડાઉન લાઈન પરથી પસાર થઈ રહી હતી.
તે સમયે એક શ્રમજીવીએ ટ્રેન સામે પડતું મૂકવા સામે ઉભો રહી ગયો હતો. જેને બચાવવા તેની સાથેનો બીજો શ્રમજીવી વચ્ચે પડતા બંને ટ્રેન નીચે આવી જતા બંનેના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા. મળતી માહીતી મુજબ બંને શ્રમજીવીઓ અમલસાડ પાસેના સરીબુજરંગના શૈલેષભાઈ મંડપવાળાને ત્યાં મજૂરી કામ કરતા હતા અને બંનેની ઓળખ ચેતન લક્ષીયાભાઈ ગાવીત (ઉ.વ.18., રહે.આહવા, ધોળા ગામ) તથા પરિમલ ગાંગુડાભાઈ ભોયા (ઉ.વ.19., રહે.આહવા, કોટમાળ ગામ) હોવાનું શૈલેષભાઈએ જણાવ્યું હતું. ટ્રેનના ડ્રાઇવરે બનાવની જાણ અમલસાડ સ્ટેશન માસ્ટરને કરતા બીલીમોરા રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500