Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર, ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો

  • May 08, 2023 

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. જેમાં ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં રૂ. 30નો વધારો થતાં સીંગતેલના ડબ્બાનો ભાવ રુ. 2750 પર પહોંચ્યો જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂ. 20થી 30નો વધારો થતાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રુ. 1750 સુધી પહોંચ્યો છે.


તેલના ભાવમાં ભડકો થતા મોંઘવારીનો વધુ એક માર જનતા પર જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ડબ્બે રૂ.50 થી 60નો ભાવ વધારો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં તેલના ડબ્બે 50થી 60 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત પામ ઓઇલના ડબ્બામાં પણ રૂ. 30નો વધારો થયો છે.



કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 50 થી 60 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. તો તેને પગલે પામ ઓઇલ સનફ્લાવર ઓઇલ સહિતના સાઈડ તેલમાં પણ 40 થી 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સીંગતેલના ભાવમાં પણ ₹50 નો વધારો જોવા મળ્યો છે. પામ તેલના ડબ્બાનો ભાવ 1525થી 1530 રૂપિયા પહોંચી ગયો છે. તો સનફ્લાવર તેલના ડબ્બાના 1620થી 1660 થઈ ગયા છે.


છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસના પાકમાં નુકસાન થયું છે. જેના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હોવાની માહિતી સામે આવી છે. તેમજ બજારમાં મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે. તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ જરતી તેજી જોવા મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application