ગુજરાતમાં વધુ એક સરકારી નોકરી માટેની પરીક્ષા વિવાદમાં આવી છે. વધુ એક પરીક્ષામાં પેપર સીલ તૂટવાનો આરોપ ઉઠ્યો છે. રાજકોટમાં PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં વિવાદ સર્જાયો છે. રાજકોટ સેન્ટર ઉપર ક્લાસમાં 20 વિદ્યાર્થીઓના પેપરનું સિલ તૂટેલ હોવાનો આક્ષેપ થયો છે. ચૌધરી હાઈસ્કુલના કેમ્પસમાં આવેલ એક શાળામાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
અગાઉની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની જેમ PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ ગેરરીતિ થયાની ગંધ આવી છે. પરીક્ષા આપવા આવેલા 20 ઉમેદવારોએ ફરિયાદ કરી કે, તેમના હાથમાં આવેલુ પેપરનુ સીલ તૂટેલુ હતુ. જેથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક પ્રિન્સીપાલને જાણ કરી હતી.
જેથી તેઓએ તાત્કાલિક અસરથી પગલા લેવાની વાત કરી હતી.એક ઉમેદવારે કહ્યુ કે, પર્સનલ પેપરમાં જે સીલ હતા તે તૂટેલા હતા. મારી ક્લાસમાં લગભગ 17 સીલ તૂટેલા હતા. અમે આ વિશે ફરિયાદ કરી. જેટલાના સીલ તૂટેલા હતા, તેમની સહી લઈને આગળની કાર્યવાહી કરવાની વાત કરી હતી. જે પેપરમાં અરજી કરી તેના કરતા બીજા પેપરમાં સહી કરાવાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500