સોનગઢના વ્યાજખોર સામે નગરના જ વધુ એક વ્યક્તિએ ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.જે મામલે પોલીસ દ્વારા વ્યાજખોર આરોપીની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી.
વ્યાજ અને મુદ્દલની વસૂલાત પેટે એક એક્ટિવા અને મોબાઈલ પડાવી લીધો હતો..
મળતી માહિતી મુજબ સોનગઢના મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતો એક ગુલાબ બંસી સીંદે (વડર) નગરમાં ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ને ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરી બાદમાં ઉઘરાણી માટે ધમકી આપી શોષણ કરતો હતો.આ આરોપી સામે બે દિવસ પહેલાં પણ એક વ્યક્તિ એ આ જ વિષયે ફરિયાદ આપી હતી અને પોલીસે તેની અટક પણ કરી હતી ત્યારે ઘર ની તલાશી લેતાં તેના કબ્જા માંથી જુદાજુદા વાહનોની કુલ ૧૫ જેટલી આર.સી.બુક મળી આવી હતી.આ અંગે આગળની તપાસ દરમિયાન સોનગઢ નગરના હાથીફળિયામાં રહેતાં એક ઈસમ પાસે પણ વ્યાજ અને મુદ્દલની વસૂલાત પેટે એક એક્ટિવા અને મોબાઈલ પડાવી લીધો હોવાનું બહાર આવ્યું છે.
આ રકમ પેટે માસિક રૂપિયા ૨ હજારનું વ્યાજ નક્કી કર્યું હતું.
આ અંગે હાથીફળિયામાં રહેતાં ફરિયાદી અજય રૂપસિંગ ગામિતે આરોપી ગુલાબ સીંદે સામે ફરિયાદ આપી હતી. તેમાં જણાવ્યાં પ્રમાણે અજયભાઈના ભાઈ હિતેશભાઈ કરી ને હતાં અને તેમનું બે વર્ષ પહેલાં અકસ્માતમાં મોત નીપજ્યું હતું. હિતેશભાઈ ને આર્થિક સંકડામણ ઉભી થતાં ગુલાબ વડર પાસે પોતાનો મોબાઈલ અને એક્ટિવા ગીરવે મૂકી હતી અને રૂ.૨૫ હજાર ની રકમ લીધી હતી. આ રકમ પેટે માસિક રૂપિયા ૨ હજારનું વ્યાજ નક્કી કર્યું હતું. હિતેશભાઈ ગામિતે એ રૂપિયા લીધા બાદ ત્રણ માસ સુધી નિયમિત વ્યાજ આપ્યું હતું પણ બાદમાં એક અકસ્માતમાં તેમનું મોત થયું હતું.
ભાઈ એ લીધેલી રૂપિયા ૨૫ હજાર ની મુદ્દલ રકમ પાછી આપવા નું જણાવી ભાઈ ની એક્ટિવા અને મોબાઈલ પરત માંગ્યા હતાં.
હિતેશભાઈના મૃત્યુ બાદ તેમના ભાઈ અજય ગામીતે ગુલાબ વડરનો સંપર્ક કરી તેમના ભાઈ એ લીધેલી રૂપિયા ૨૫ હજાર ની મુદ્દલ રકમ પાછી આપવા નું જણાવી ભાઈ ની એક્ટિવા અને મોબાઈલ પરત માંગ્યા હતાં.આ સમયે આરોપી ગુલાબે અજય ગામીત સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને કહ્યું કે તારા ભાઈ પાસે મારે વ્યાજ અને મુદ્દલ મળી કુલ ૪૦ હજારથી વધુ ની રકમ લેવાની થાય છે.મેં તારા ભાઈ ની એક્ટિવા અને મોબાઈલ વેચી દીધા છે હવે તારાથી થાય તે કરી લેજે એમ કહી ધમકી આપી હતી.એ સાથે ફરિયાદીને અવાર નવાર માનસિક ત્રાસ પણ આપ્યો હતો જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસએ વ્યાજખોર ગુલાબ સિંદેની અટકાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500