Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફટકો / ફેસ્ટિવ સીઝનમાં સામાન્ય વર્ગ પર આવશે વધુ એક બોજો, રસોઈ ગેસ થશે મોંઘી

  • October 06, 2022 

આ તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને મોટો ફટકો પડી શકે છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. નેચરલ ગેસના ભાવમાં વિક્રમી વધારા બાદ તમામ ગેસ-સિલિન્ડરથી લઈને સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થશે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.



12 રૂપિયા સુધી મોંઘી થઈ શકે છે ગેસ

આપને જણાવી દઈએ કે આ સમયે નેચરલ ગેસની કિંમતો ઘણી વધી રહી છે, જેના પછી CNGની કિંમતો લગભગ 8 થી 12 રૂપિયા સુધી વધી શકે છે. તે જ સમયે PNG સાથે એલપીજીની કિંમતો પ્રતિ યુનિટ 6 રૂપિયા વધી શકે છે. નિષ્ણાતોએ આ અનુમાન લગાવ્યું છે.



કિંમતમાં કેમ વધારો થશે ?

મુશ્કેલ વિસ્તારોમાંથી કાઢવામાં આવેલા ગેસની કિંમત 9 ડોલરથી વધીને 12 ડોલરની નજીક પહોંચી ગઈ છે. માત્ર આ ગેસનો ઉપયોગ સીએનજી અને પીએનજીમાં પાઇપ દ્વારા થાય છે, જેના કારણે તેની કિંમતો વધી જશે.



જાણો શું છે એક્સપર્ટનો અભિપ્રાય


કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ગેસના ભાવમાં લગભગ પાંચ ગણો વધારો થયો છે. સપ્ટેમ્બર 2021માં તેની કિંમત લગભગ 1.79 ડોલર હતી, જ્યારે હવે તેની કિંમત 8.57 ડોલર પર પહોંચી ગઈ છે. આ સિવાય ICICI Sec ના અનુસાર કાચા માલના ભાવમાં ઘણો વધારો થયો છે. તેની અસર ગેસના ભાવ પર પણ પડશે.



તાજેતરમાં જ થયો છે વધારો


આપને જણાવી દઈએ કે તાજેતરમાં MGLએ CNG-PNGની કિંમતોમાં વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે પાઇપ દ્વારા સપ્લાય કરવામાં આવતા એલપીજી એટલે કે પીએનજીની કિંમતમાં પણ પ્રતિ યુનિટ 4 રૂપિયાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નેચરલ ગેસના ભાવમાં મોટો ભાવ વધારો થયો છે. જેના કારણે પીએનજી અને સીએનજીનના ભાવમાં વધારો થયો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News