ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં નેતાઓ,હોદેદારો અને ચૂંટાયેલા સભ્યોની નારાજગી સામે આવી રહી છે. આજે કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ રાજીનામુ આપી દીધું હતું અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાગુજરાતમાં ભાજપનું કોંગ્રેસ મુક્ત અભિયાન આગળ સફળ વધારતા આજે વધુ એક કોંગ્રેસના નેતાને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. મોહનસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગ્જ નેતા પ્રદીપ પરમાર, દિલીપ સંઘાણી સહીતના નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે એક સમયના કેબિનેટ મંત્રી એવા મોહનસિંહ 11 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.
ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા જ મોહનસિંહે ટિકિટ અંગે કહ્યું હતું કે મારે ચૂંટણી લડવી નથી પરંતુ મારે મારા દીકરાને ચૂંટણી લડાવવી છે. ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે પહેલા જ મોહનસિંહે પોતાના દીકરા માટે ટીકીટનું લોબિંગ શરુ કરી દીધું હતું.કોંગ્રેસમાં મારા દીકરાને ટીકીટ આપવાનો ઇન્કાર કરતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થઇ ગઈ છે અને આગામી ડિસેમ્બરની 1 અને ડિસેમ્બરની 5મી તારીખે બે તબબકામાં મતદાન થશે જયારે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ડિસેમ્બરની 8મી તારીખે જાહેર થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ગુજરાતમાં રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહી છે. મતદારોને રીઝવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500