Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા શનિવારે કોરોનાના વધુ 22 કેસ નોંધાયા, 24 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા, કુલ એક્ટિવ કેસ 123

  • May 02, 2021 

ડાંગ જિલ્લામા આજે બાવીસ નવા કેસ નોંધાયા છે. જેની સામે ચોવીસ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૫૧૧ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૩૮૮ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૧૨૩ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

 

 

 

 

 

એક્ટિવ કેસો પૈકી ૧૫ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૪ દર્દીઓ ડિસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે, ૨ દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવધામ) ખાતે અને ૧૦૨ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે."કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૧૨૨૩ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૮૯૬૦ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

 

 

 

 

જિલ્લામા આજની તારીખે કુલ ૧૦૯ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૩૬૮ ઘરોને આવરી લઈ ૧૫૭૯ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૬ બફર ઝોન (એક્ટિવ)મા ૬૫૬ ઘરોને સાંકળી લઈ ૨૭૭૯ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

 

 

 

 

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૭૯ RT PCR અને ૧૩૦ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૨૦૯ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૭૯ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૫,૭૩૩ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે.

 

 

 

 

 

વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૦૯૭ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૬૧૬ (૯૩ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૭૧૬૪ (૪૫+) ૪૭ ટકા નાગરિકો મળી કુલ ૩૩૮૭૭ લોકોને વેકસીન આપી દેવામા આવી છે.આજના પોઝેટિવ કેસોની વિગતો જોઈએ તો આહવા ખાતે ૭, કાલીબેલ ૩, માછળી ૩, ચીંચલી ૨, ઉપરાંત ખાતળ, મોટી દાબદર, ઘોડી, ખાંભલા, વાંઝટઆંબા, ગાઢવી, અને જામલાપાડા ખાતે એક એક કેસ નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application