સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી આઠમનો જુગાર રમતા ૫૦૦ ઉપરાંત લોકોને પોલીસે ઝડપી પાડ્યા બાદ ગતરોજ વધુ ૧૧૩ લોકો જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને વાહન મળી કુલ રૂપિયા ૮.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરાછા પોલીસે મહાદેવ નગર થાતા નં-૧૦ની બહાર ગલેરીમાંથી, અક્ષર ડાયમંડના ચોથા માળની ઓફિસમાં, સ્વામી નારાયણ નગરમાં, ડાહ્યા પાર્ક સોસાયટીના મકાનમાં, મોતીનગર સોસાયટી બજરંગ એપાર્ટમેન્ટના ફલેટમાં, ભગુનગરની સામે બજરંગનગરમા, ભગુનગરના મકાનમાં રેડ પાડી જુગાર રમતા ૪૬ લોકોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૩,૦૧,૪૭૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાપોદ્રા પોલીસે સરીતા સાગર સોસાયટીના મકાન નં-૯૧ની સામે પાર્કિંગમાં અને ભક્તિનગર સોસાયટી વિભાગ-૨ના મકાન નં-૬૧ના પ્રથમ માળે રેડ પાડી જુગાર રમતા ૧૪ જણાને દબોચી પા઼ડી તેમની પાસેથી ૪૦,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગોડાદરા પોલીસે આસપાસ મંદિર પાસે ગોડાદરા કોળી ફ્ળિયમાં રેડ પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ જણાને ઝડપી પાડી તેમની પાસેથી ૧,૦૯,૭૧૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીની ટીમે ઉધના ગામ મહાદેવ ફળિયુ ઘર નં-૫૧માં રેડ પાડી જુગાર રમતા ૨૪ જણાને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૩,૧૦,૯૬૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચોકબજાર પોલીસે કતારગામ રમણનગર સોસાયટી પહેલા ધીરુભાઈ તરસરીયાના મકાનમાં રેડ પાડી જુગાર રમતા સાત જણાને ઝડપી પાડી તેમની પાસેતી ૯૮,૭૭૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સિંગણપોર પોલીસે સુમન પ્રતિક આવાસમાં રેડ પાડી સાત લોકોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી ૧૧,૬૩૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સચીનજીઆઈડીસી પોલીસે પાલીગામ ચામુડા સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટમાંથી ૧૦ લોકોને દબોચી પાડી ૧૯,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500