અંકલેશ્વરની એક ગામની સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી ઉપર વર્ષ-૨૦૨૧ના જુન મહિનામાં બ્રિજરાજસિંહ રાણાની ફેસબુક માધ્યમ ઉપર કેંડ રીક્વેસ્ટ આવી હતી જે ફ્રેંડ રીક્વેસ્ટને યુવતીએ એક્સેપ્ટ કરી હતી અને વાતચીત શરુ થતા મિત્રતા કેળવાઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને યુવાને યુવતીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.
જે બાદ યુવાને યુવતીના બીભત્સ વિડીયો અને ફોટો રેકોડીંગ કરી દીધા હતા અને બ્લેકમેલિંગ કરી અલગ અલગ રીતે કુલ ૧.૧૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી વધુ રૂપિયાની માંગ કરતા યુવતીએ બ્રિજરાજસિંહ રાણાનો નંબર બ્લોક કરતા તેણે અલગ અલગ નંબરોથી યુવતીને હેરાન કરવા સાથે તેને ભાઈને અપહરણ કરવાની ધમકી આપતા યુવતીએ બ્રીજરાજસિંહ રાણા વિરુદ્ધ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.તે દરમ્યાન પોલીસે ગણતરીના દિવસોમાં જ યુવતીને બ્લેકમેલીંગ કરતા ઇસમને સુરેન્દ્ર નગર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application