ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીકથી શંકાસ્પદ એલ્યુમિનિયમ મશીનરી ભંગારનો જથ્થો ઝડપી પાડયો હતો. સાતલાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે બે ની અટકાયત કરી હતી. કમાલ ખાન અને મોનુ ખાન નામક ભંગારના વેપારીના કહેવા પર કીમ થી ભંગારનો જથ્થો ભરી આવ્યા હતા.
ભરૂચ એલસીબી પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ નાઓ ને અંગત બાત્મીદારથી બાત્મી મળેલ કે એક અશોક લેલન કંપનીનો ટેમ્પો ચોરીનું એલ્યુમિનિયમ મશીનરી ભંગાર ભરી અંસાર માર્કેટ અંકલેશ્વર ખાતે કમાલખાનના ગોડાઉન પર આવનાર છે. પોલીસે ચોક્કસ બાત્મીના આધારે વોચ ગોઠવી તપાસ હાથધરતા અલ અહીદ મસ્જિદના સામે રોડ ઉપર બાત્મી વાળો ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પોમાં તલાસી લેતા એલ્યુમિનિયમ મશીનરી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ભંગારના જથ્થા બાબતે પૂછતાજ કરતા તેમણે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને બીલ રજુ ન કરી શકયા હતા તેમજ અંકલેશ્વરના કમાલખાન અને મોનું ખાનના કેહવા પર કીમ ખાતેથી ભંગારનો જથ્થો ટેમપો ના ભાડા માટે ભરી આવ્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે શંકાસ્પદ એલ્યુમિનિયમ મશીનરી ભંગાર જેનો વજન ૨૧૪૦ કિલો કિંમત રૂપિયા ૪,૦૬,૬૦૦ તેમજ ટેમપો કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૭,૦૬,૬૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ડ્રાઇવર (૧) મોહમ્મદ આમિર મોહમ્મદ સાકીર અલી સિદ્દીકી રહે:- શાહીનપાર્ક,ઈકરા સ્કૂલ ભડકોદરા અંકલેશ્વર તેમજ બાજુમાં બેઠેલ (૨) અબ્દુલ અઝીઝ સાકીર અલી ચૌધરી રહે:-ઇસરારભાઇ કી ચાલ ગોસિયા મસ્જિદ,અંકલેશ્વર નાઓની શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ભંગારનો જથ્થો મંગાવનાર ઈસમ પાસેથી ભંગારના જથ્થા બાબતે વધુ પુછપરછ આરંભી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500