અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર-48 ઉપર ખરોડ ચોકડી પાસે આવેલા હોટેલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કરમાં શંકાસ્પદ ઓઇલ જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટેન્કરમાં તપાસ કરતા કુલ 12 હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી ભરેલુ મળી આવતા જેના કોઇ આધાર પુરાવા કે પાસ પરવાના રજુ કરેલ નથી. જેથી એફએસએલ અધિકારી તેમજ પુરવઠા મામલતદારને બોલાવી તપાસ કરતા ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી સંગ્રહ કરવામાં આવેલ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ જરૂરી નમુનાઓ મેળવી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી 12 હજાર લીટર કિંમત રૂપિયા 6 લાખ તથા ટેન્કર તેમજ અન્ય મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપરથી અબ્દુલ હુસેન મખદુમ હુસેન આરબ અને અકબર અફસર શેખ આમ બે ઇસમો તેમજ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ભરાવનાર, આપનાર તેમજ જથ્થો મંગાવનાર ઇસમો વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application