ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે નવસારી જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા પશુપાલન યોજનાકીય શિબિર તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિના પશુપાલકોને વાસણ કીટ અને રબરમેટ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરે રાજય સરકારશ્રીની પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચીખલી અને નવસારી તાલુકાના કુલ ૪૦૦ પશુપાલકોને વાસણકીટ નો લાભ આપવામાં આવ્યો હતો અને ચીખલી તાલુકાના કુલ ૮૧ પશુપાલકોને પશુઓને બેસવા માટેની રબરમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application