Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં આંગણવાડીના દ્વારે કરાઈ 'વિશ્વ સ્તનપાન સપ્તાહ'ની ઉજવણી કરાઈ

  • August 06, 2023 

દર વર્ષે તા.૧થી ૭ ઓગસ્ટ દરમિયાન 'વિશ્વ સ્તનપાન સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવે છે. બાળકના જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન, અને ૬ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે, તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે. જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય. વર્ષ ૨૦૨૩માં 'સ્તનપાનને સુદ્રઢ કરવા, કામકાજી માતાપિતા માટે યોગ્ય સુવિધા અને વાતાવરણ પૂરું પાડવું-Enabling Breastfeeding - Making a difference for working parents' થીમ નક્કી કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદેશ કામ કરતી માતા, કામકાજના સ્થળ પર સ્તનપાન કરાવી શકે તેવું વાતાવરણ પુંરું પાડવું તેવો છે.



એક નવજાત બાળકને જન્મનાં એક કલાકમાં માતાનું પહેલુ ઘટ્ટ પીળુ દૂધ (કોલ્સટ્રમ) અતિ આવશ્યક હોય છે. જે નવજાતને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. તેમજ બાળકને ૬ માસ સુધી ફકત માતાનું ધાવણ જ આપવું જોઇએ. બાળકોને પણ ૬ માસ પૂરા થતાં તરત જ સ્તનપાન સાથે ઘરે ઉપલબ્ધ પોષ્ટિક નરમ પોચા ખોરાકની શરૂઆત કરાવવી જોઇએ. 'વિશ્વ સ્તનપાન સપ્તાહ'ની નિમિતે ગત તા.૧/૮/૨૦૨૩નાં રોજ ICDS શાખા દ્વારા, ડાંગ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો, ICDS સ્ટાફ દ્વારા લોકોમાં સ્તનપાનનાં મહત્વની અને આરોગ્ય, પોષણ શિક્ષણની જાગ્રૃતિ લાવવા રેલીનું આયોજન, સાથે સાથે સગર્ભા માતા, ધાત્રી માતાની ગ્રુહ મુલાકાત અને આંગણવાડીમાં લાભાર્થીઓની મિટિંગો લઈ પ્રતિજ્ઞા લેવડાવી, તેમજ સ્તનપાનના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી.



તો તા.૨-૮-૨૦૨૩ના રોજ ICDSની વિવિધ યોજનાઓ જેવી કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, ટેક હોમ રાશન યોજના વિગેરેનો લાભ તમામ લાભાર્થીને મળે, એ બાબતે લોકોમાં બહોળો પ્રચાર પ્રસાર, આંગણવાડી કાર્યકર અને ICDS સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો. આમ, ડાંગ જિલ્લાની ૪૪૧ આંગણવાડીઓમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ગૌરવપૂર્વક ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી. સપ્તાહની ઉજવણીમાં આરોગ્ય શાખા સહયોગી થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application